ગુજરાત અને સિક્કિમના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બંને રાજ્યો માટે રૂ.275.52 કરોડ મંજૂર
ગાંધીનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે ગુજરાત અને સિક્કિમના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY) અને કૃષોન્નતિ યોજના (KY)
વર્ચ્યુઅલ બેઠકમાં શિવરાજ સિંહ ચૌહાણ


ગાંધીનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે ગુજરાત અને સિક્કિમના કૃષિ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરીને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM-RKVY) અને કૃષોન્નતિ યોજના (KY)ની પ્રગતિની સમીક્ષા કરી. બેઠકમાં બંને રાજ્યોમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી યોજનાઓના અમલીકરણ, ખેડૂતો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને મંજૂર રકમના સમયબદ્ધ ઉપયોગ પર ચર્ચા થઈ.

બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા PM-RKVY અને KY અંતર્ગત ગુજરાતને રૂ. 224.94 કરોડ તથા સિક્કિમને રૂ. 50.58 કરોડની બીજી મુખ્ય મંજૂરી જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પ્રકારે બંને રાજ્યો માટે કુલ રૂ.275.52 કરોડ ની રકમ મંજૂર કરવામાં આવશે. આ રકમ ખેડૂતોની આવક વધારવા, કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા, આધુનિક કૃષિ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને ખેતી સાથે જોડાયેલા પાયાના માળખાને મજબૂત કરવામાં સહાયક થશે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખેડૂત હિતૈષી નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત, આધુનિક અને લાભદાયી બનાવવા માટે સતત કામ કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતોને વધુ સારી કૃષિ ટેકનોલોજી, ગુણવત્તાપૂર્ણ ઈનપુટ, સિંચાઈ, બાગાયત, કૃષિ યાંત્રીકીકરણ, ડિજિટલ સેવાઓ અને બજાર સાથે જોડાયેલી સુવિધાઓનો લાભ સમયસર મળે. ગુજરાત માટે મંજૂર રકમ હેઠળ PM-RKVY માં રૂ. 181.62 કરોડ અને કૃષોન્નતિ યોજનામાં રૂ.43.32 કરોડ ની બીજી મુખ્ય મંજૂરી આપવામાં આવી છે. PM-RKVY અંતર્ગત મંજૂર પરિયોજનાઓમાં કૃષિ વિકાસ સાથે જોડાયેલા વિવિધ ઘટકો સામેલ છે. આમાં કૃષિ સંબંધિત પરિયોજનાઓ, સૂક્ષ્મ સિંચાઈ, કૃષિ યાંત્રીકીકરણ, જૈવિક ખેતી, જમીન અને જળ સંરક્ષણ તથા કૃષિ-વનીકરણ જેવા કાર્યો પ્રમુખ છે.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે ગુજરાતમાં કૃષોન્નતિ યોજના હેઠળ કૃષિ વિસ્તાર, પોષક અનાજ અને ખાદ્ય સુરક્ષા, બીજ અને રોપણ સામગ્રી, બાગાયત વિકાસ, ડિજિટલ કૃષિ, તેલીબિયાં મિશન, ઓઈલ પામ અને કઠોળ મિશન સાથે જોડાયેલા કાર્યોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનાઓથી ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અપનાવવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા તથા ઉત્પાદકતા વધારવામાં સહાયતા મળશે.

કેન્દ્રીય મંત્રી ચૌહાણ દ્વારા સિક્કિમ માટે PM-RKVY હેઠળ રૂ. 47.37 કરોડ તથા કૃષોન્નતિ યોજના હેઠળ રૂ. 3.21 કરોડ ની બીજી મુખ્ય મંજૂરી આપવામાં આવી છે. સિક્કિમમાં આ યોજનાઓના માધ્યમથી કૃષિ પરિયોજનાઓ, સૂક્ષ્મ સિંચાઈ, કૃષિ યાંત્રીકીકરણ, જમીન અને જળ સંરક્ષણ તથા કૃષિ-વનીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટકાવ અને પર્યાવરણ અનુકૂળ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું આ યોજનાઓનો મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે.

સિક્કિમમાં કૃષોન્નતિ યોજના અંતર્ગત કૃષિ વિસ્તાર, ખાદ્ય અને પોષણ સુરક્ષા, બીજ, બાગાયત, જૈવિક અને પ્રાકૃતિક ખેતી, ડિજિટલ કૃષિ, તેલીબિયાં અને કઠોળ સંબંધિત પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આનાથી નાના અને સીમાંત ખેડૂતોને વધુ સારું ટેકનોલોજીકલ માર્ગદર્શન, કૃષિ સંસાધનો અને ઉત્પાદન સાથેન જોડાયેલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે. ચૌહાણે રાજ્યોને કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી રકમનો ઉપયોગ પૂરી પારદર્શકતા અને સમયબદ્ધ રીતે કરવામાં આવે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે યોજનાઓનો લાભ કાગળો સુધી સીમિત ન રહે, પરંતુ પ્રત્યેક પાત્ર ખેડૂત સુધી પહોંચે. સાથે જ, મંજૂર પરિયોજનાઓનું નિયમિત નિરીક્ષણ કરવા અને તેમના અમલીકરણમાં આવનારી સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વધુ સારા સંકલનથી કૃષિ યોજનાઓનો પ્રભાવ વધુ વધશે. રાજ્યોએ સ્થાનિક જરૂરિયાતો અને ખેડૂતોની પ્રાથમિકતાઓને અનુરૂપ પરિયોજનાઓને લાગુ કરવી જોઈએ જેથી યોજનાઓનો સીધો લાભ ખેતર અને ખેડૂત સુધી પહોંચી શકે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને માત્ર આર્થિક સહાયતા આપવા સુધી સીમિત નથી, પરંતુ ખેતીને આધુનિક, ટકાવ અને લાભદાયી વ્યવસાય બનાવવા માટે વ્યાપક સ્તર પર કામ કરી રહી છે. કૃષિ યાંત્રીકીકરણ, સૂક્ષ્મ સિંચાઈ, બાગાયત, તેલીબિયાં-કઠોળ ઉત્પાદન, ડિજિટલ ટેકનોલોજી અને કૃષિ-વનીકરણ જેવા ક્ષેત્રોમાં રોકાણથી ખેડૂતોની આવક વધારવા તથા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ મળશે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુજરાત અને સિક્કિમ સરકારોને યોજનાઓ હેઠળ મંજૂર કાર્યોને નિર્ધારિત સમયમાં પૂરા કરવા તથા તેમના પરિણામોનું મૂલ્યાંકન કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આવશ્યક સંસાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવતી રહેશે. બેઠકમાં બંને રાજ્યોના કૃષિ મંત્રીઓ, કેન્દ્રીય કૃષિ મંત્રાલય તથા બંને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande