વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓ સામે આરોગ્ય શાખાનું મૌન?
વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રહ્માનગરમાં જાહેરમાં પાણીપુરી વેચતા કેટલાક વિક્રેતાઓ દ્વારા કથિત રીતે ભેળસેળવાળા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વહેલી સવારથી બપોર સુધ
પાણીપુરી


પાણીપુરી


પાણીપુરી


વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રહ્માનગરમાં જાહેરમાં પાણીપુરી વેચતા કેટલાક વિક્રેતાઓ દ્વારા કથિત રીતે ભેળસેળવાળા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વહેલી સવારથી બપોર સુધી અનેક પાણીપુરી વિક્રેતાઓ જાહેરમાં પાણીપુરી સહિતની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરે છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાણીપુરી બનાવવા માટે વપરાતા તેલની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સાથે જ સસ્તી ગુણવત્તાના બટાકા અને ચણાનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

પાણીપુરી તળતી વખતે કથિત રીતે કાળા ધુમાડા નીકળતા હોવાના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ ધુમાડો ફેલાતો હોવાની ફરિયાદ રહીશોએ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મામલે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.

સ્થાનિક રહીશોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે જાહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વિક્રેતાઓની નિયમિત તપાસ થવી જોઈએ અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તેમજ સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ.

હવે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને તંત્રને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવા અને જો નિયમોનો ભંગ થતો હોય તો જવાબદાર પાણીપુરી વિક્રેતાઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સ્થાનિકોના આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ત્યારે આરોગ્ય શાખા દ્વારા સ્થળ તપાસ અને ખાદ્યસામગ્રીના નમૂનાઓની ચકાસણી કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande