
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ-ઊંઝા હાઈવે પર ધારપુર હોસ્પિટલના ગેટ નજીક 5 ઓગસ્ટે આશરે 45 વર્ષીય અજાણ્યો પુરુષ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં 13 દિવસ સુધી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ અંગે કોઈ માહિતી ન મળતાં રણુંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ મૃતદેહને ધારપુર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. રણુંજ પોલીસે મૃતકના પરિવારજનો અથવા ઓળખીતાઓની શોધખોળ શરૂ કરી છે. ઓળખ અંગે માહિતી ધરાવતા લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ