હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી પડતર પ્રશ્નનો સુખદ અંત
- જીઆઈડીસી અંકલેશ્વરના 174 ઉદ્યોગકારો અને 260 કર્મચારીઓને ઓનલાઇન ડ્રો દ્વારા રહેણાંક પ્લોટની ફાળવણી - તા. 17 ઓગસ્ટે વસાહત મંડળ દ્વારા કરાયેલી રજૂઆત પર નાયબ મુખ્યમંત્રીએ ત્વરિત નિર્ણય લીધો - અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના ઉદ્યોગકારોને 125, 1
હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી પડતર પ્રશ્નનો સુખદ અંત


હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી પડતર પ્રશ્નનો સુખદ અંત


હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી પડતર પ્રશ્નનો સુખદ અંત


હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાતના ગણતરીના દિવસોમાં જ વર્ષોથી પડતર પ્રશ્નનો સુખદ અંત


- જીઆઈડીસી અંકલેશ્વરના 174 ઉદ્યોગકારો અને 260 કર્મચારીઓને ઓનલાઇન ડ્રો દ્વારા રહેણાંક પ્લોટની ફાળવણી

- તા. 17 ઓગસ્ટે વસાહત મંડળ દ્વારા કરાયેલી રજૂઆત પર નાયબ મુખ્યમંત્રીએ ત્વરિત નિર્ણય લીધો

- અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના ઉદ્યોગકારોને 125, 150 તથા 200 ચો.મી.ના રહેણાંક પ્લોટ ફાળવાયા

ભરૂચ, 20 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં ઉદ્યોગો અને કર્મચારીઓના કલ્યાણ માટે સતત કાર્યરત રાજ્ય સરકાર દ્વારા વધુ એક સંવેદનશીલ અને હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અંકલેશ્વર વસાહતની મુલાકાત દરમિયાન થયેલી રજૂઆતને પગલે, વર્ષ 2018થી પડતર રહેલી રહેણાંક પ્લોટની ફાળવણીનો માત્ર ગણતરીના દિવસોમાં જ સુખદ ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. જી.આઈ.ડી.સી. દ્વારા પારદર્શક ઓનલાઇન ડ્રો સોફ્ટવેરના માધ્યમથી કુલ 174 ઉદ્યોગકારો તેમજ નિગમના 260 અધિકારી-કર્મચારીઓને રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.

અંકલેશ્વર વસાહત ખાતે રહેણાંક પ્લોટ મેળવવા માટે ઉદ્યોગકારો દ્વારા વર્ષ 2018માં ઓનલાઇન અરજીઓ કરવામાં આવી હતી, જે લાંબા સમયથી નિર્ણય અર્થે પડતર હતી. ગત તા. 17/08/2026ના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંકલેશ્વર વસાહતની લીધેલી મુલાકાત દરમિયાન વસાહત મંડળ દ્વારા આ પડતર અરજીઓના નિકાલ અર્થે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ નાયબ મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લેવા સૂચના આપવામાં આવી હતી.

નિગમમાં ઉત્કૃષ્ટ સેવા આપતા 262 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પણ રહેણાંક પ્લોટ ફાળવણી અંગેની રજૂઆત લાંબા સમયથી વિચારણા હેઠળ હતી. આ સમગ્ર પ્રક્રિયાને વેગ આપીને તા. 19/08/2026ના રોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત મંડળના પ્રતિનિધિઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ઓનલાઇન ડ્રો સોફ્ટવેર દ્વારા અત્યંત પારદર્શક પદ્ધતિથી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી. નિગમની નીતિ મુજબ પાત્રતા ધરાવતા અંકલેશ્વર, ઝઘડિયા અને પાનોલી વસાહતના કુલ 174 ઉદ્યોગકારોને તેમની શ્રેણી મુજબ 125, 150 તથા 200 ચોરસ મીટર ક્ષેત્રફળના રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તે ઉપરાંત પાત્રતા ધરાવતા કુલ 260 અધિકારીઓ અને કર્મચારીઓને પણ નિયત વિસ્તાર મુજબ રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યા છે.

જી.આઈ.ડી.સી. દ્વારા અંકલેશ્વર વસાહત ખાતે અંદાજિત 400 હેક્ટર વિસ્તારમાં સુવ્યવસ્થિત ‘રેસિડેન્શિયલ ઝોન’ વિકસાવવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી, ગુણવત્તાયુક્ત રસ્તા, સ્ટ્રીટ લાઈટ્સ, વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટર તેમજ સીવેજ ગટર અને અંડર ગ્રાઉન્ડ વીજ લાઈન જેવી તમામ અત્યાધુનિક પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીના ત્વરિત અને નિર્ણાયક અભિગમથી વર્ષો જૂની માંગણીનો સુખદ અંત આવતાં સ્થાનિક ઉદ્યોગકારો તેમજ જી.આઈ.ડી.સી. પરિવારમાં ભારે હર્ષ અને સંતોષની લાગણી વ્યાપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande