ભાવનગર ડુપ્લિકેટ દારૂકાંડમાં મિથેનોલ, મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે એફઆઈઆર
- 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત ભાવનગર/અમદાવાદ, 20 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં ફરી એકવાર નકલી અને ઝેરી દારૂકાંડથી ખળભળાટ મચ્યો છે. ભાવનગર જિલ્લાના ખરકડી ગામથી શરૂ થયેલા આ કેસમાં ડુપ્લિકેટ દારૂક
Bhavnagar duplicate liquor case


- 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા,નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 5ના મોત

ભાવનગર/અમદાવાદ, 20 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં ફરી એકવાર નકલી અને ઝેરી દારૂકાંડથી ખળભળાટ મચ્યો છે. ભાવનગર જિલ્લાના ખરકડી ગામથી શરૂ થયેલા આ કેસમાં ડુપ્લિકેટ દારૂકાંડમાં મૃત્યુઆંક 6 થયો છે. એફએસએલ રિપોર્ટમાં અસરગ્રસ્તોના સેમ્પલમાં વધારે માત્રામાં મિથેનોલની પુષ્ટિ થઈ છે. પોલીસે ગૌતમ સોલંકી સહિત 21 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, જ્યારે વરતેજ પોલીસના 5 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સમગ્ર તપાસ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહ્યું છે.

5 ગામના 22 લોકો બીમાર પડ્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આ સમગ્ર રેકેટ આર્થિક લાભ મેળવવાના હેતુથી ચલાવવામાં આવતું હતું. આરોપીઓએ બ્રાન્ડેડ Royal Stagની ખાલી બોટલ, ઢાંકણાં અને સ્ટીકરો મેળવી તેમાં કેમિકલયુક્ત પ્રવાહી ભરીને તેને અસલી દારૂ તરીકે બજારમાં પહોંચાડ્યો હતો. પોલીસ તપાસ મુજબ, દારૂ તૈયાર કરવા માટે જરૂરી સામગ્રી અને મિથેનોલ અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી મેળવવામાં આવી હતી. ત્યારબાદ ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ તૈયાર કરી અલગ-અલગ બુટલેગરો મારફતે તેનો જથ્થો બજારમાં પહોંચાડવામાં આવ્યો હતો.

સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઇકાલે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કર્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપી હતી.

ત્યાર બાદ એસપી મયુરસિંહ ચાવડા તાબડતોબ ભાવનગર દોડી ગયા.

નકલી દારૂ મામલે આખરે વરતેજ પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે બીએનએસ ની વિવિધ કલમો તેમજ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. તેમજ જિલ્લા એસપી નિતેશ પાંડેયએ વરતેજ પોલીસના 4 પોલીસ કર્મી અને નીલમબાગ પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મી સહિત 5ને સસ્પેન્ડ કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande