ભાવનગર રેલ મંડળમાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે વિશેષ મચ્છર નિયંત્રણ અને જનજાગૃતિ અભિયાન યોજાયું
ભાવનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન તથા મંડળ રેલવે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. મનોજ કુમારની દેખરેખ હેઠળ ભાવનગર મંડળમાં વિશ્વ મચ્છર દિવસના અવસરે મચ્છરજન્ય રોગોની રોકથામ અને નિયંત્રણના હેતુસર વિશેષ જનજાગૃતિ તથ
ભાવનગર મંડળમાં વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે


ભાવનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) : મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન તથા મંડળ રેલવે હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. મનોજ કુમારની દેખરેખ હેઠળ ભાવનગર મંડળમાં વિશ્વ મચ્છર દિવસના અવસરે મચ્છરજન્ય રોગોની રોકથામ અને નિયંત્રણના હેતુસર વિશેષ જનજાગૃતિ તથા મચ્છર નિયંત્રણ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા રેલવે કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા રેલવે કોલોનીના રહેવાસીઓને સ્વચ્છતા જાળવવા અને મચ્છરોના પ્રજનનને રોકવા માટે જરૂરી સાવચેતીઓ અપનાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે અભિયાન અંતર્ગત DRH-BVP તથા ભાવનગર રેલવે કોલોની વિસ્તારમાં CHI અને HIની ટીમ દ્વારા વિશેષ સર્વેક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમે હોસ્પિટલ પરિસર તથા આસપાસના વિસ્તારોમાં મચ્છરના સંભવિત પ્રજનન સ્થળોની સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વોટર કૂલર, ઓવરહેડ ટાંકી, ફૂલના કૂંડા, જૂના ટાયર, કન્ટેનર તથા અન્ય એવા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું જ્યાં પાણી ભરાઈ રહેવાની શક્યતા હોય છે. જ્યાં પણ સ્થિર પાણી જોવા મળ્યું ત્યાં તેને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું તથા જરૂરીયાત મુજબ એન્ટી-લાર્વા સારવાર કરવામાં આવી.

મચ્છર નિયંત્રણ પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા માટે CHI કચેરી ખાતે હાઉસ કીપિંગ આસિસ્ટન્ટ્સ માટે વિશેષ જનજાગૃતિ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મચ્છરના પ્રજનન સ્થળોની ઓળખ, લાર્વાની તપાસ, પાણી ભરાવાને રોકવાના ઉપાયો, પરિસરનું નિયમિત નિરીક્ષણ તથા જરૂરીયાત મુજબ એન્ટી-લાર્વા સારવારની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કર્મચારીઓને પોતાના કાર્યક્ષેત્રમાં નિયમિત દેખરેખ રાખવા તેમજ કોઈપણ સંભવિત મચ્છર પ્રજનન સ્થળ અંગે તાત્કાલિક સંબંધિત આરોગ્ય કર્મચારીઓને જાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ભાવનગર મંડળની અન્ય તમામ આરોગ્ય એકમોમાં પણ CHI અને HI દ્વારા પોસ્ટર પ્રદર્શન, જનજાગૃતિ રેલી, કોલોની મુલાકાત તથા વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ દરમિયાન રેલવે કર્મચારીઓ અને કોલોનીના રહેવાસીઓને ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા માટે વ્યક્તિગત તેમજ સામુદાયિક સ્તરે જરૂરી સાવચેતીઓ અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પોતાના ઘરો તથા આસપાસના વિસ્તારોમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સંગ્રહિત પાણીની તપાસ કરીને તેને ખાલી કરવા, પાણીના કન્ટેનરોને ઢાંકીને રાખવા તથા સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. સાથે જ મચ્છરજન્ય રોગોની રોકથામ માટે રેલવે પ્રશાસન દ્વારા ચલાવવામાં આવતા આરોગ્ય અને સ્વચ્છતા અભિયાનોમાં સક્રિય સહયોગ આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભાવનગર મંડળ દ્વારા આ પ્રકારના સતત જનજાગૃતિ અને નિયંત્રણ અભિયાનો મારફતે સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત રેલવે પરિસર સુનિશ્ચિત કરવાની દિશામાં પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande