હારીજ પાલિકા સામે કોંગ્રેસના ધરણા, કોંગ્રેસે કુલ 21 મુદ્દાઓ રજૂ કર્યા.
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.)હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકા સામે વિવિધ પાયાની સમસ્યાઓને લઈને ધરણા પ્રદર્શન યોજાયું હતું. ધારાસભ્ય દીનેશ ઠાકોરની અધ્યક્ષતામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે યોજાયેલા ધરણામાં ગંદકી, ગટરનું ગંદુ પાણી,
હારીજ પાલિકા સામે કોંગ્રેસના ધરણા, કોંગ્રેસે કુલ 21 મુદ્દાઓ રજૂ કર્યા.


હારીજ પાલિકા સામે કોંગ્રેસના ધરણા, કોંગ્રેસે કુલ 21 મુદ્દાઓ રજૂ કર્યા.


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.)હારીજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકા સામે વિવિધ પાયાની સમસ્યાઓને લઈને ધરણા પ્રદર્શન યોજાયું હતું. ધારાસભ્ય દીનેશ ઠાકોરની અધ્યક્ષતામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે યોજાયેલા ધરણામાં ગંદકી, ગટરનું ગંદુ પાણી, પીવાના પાણીની સમસ્યા અને ખરાબ રોડ-રસ્તા સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.

કોંગ્રેસે કુલ 21 મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં વોર્ડ-6ના વિવિધ વિસ્તારોમાં ગંદા પાણી ભરાવા, કચરાના ઢગલા, શ્રમિક વિસ્તારોમાં શુદ્ધ પાણીનો અભાવ, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, આવાસ યોજનાના મકાનો સુધી રસ્તાનો અભાવ અને 13 મહિનાથી અધૂરા ફેઝ-2ના કામોનો સમાવેશ થાય છે. કાર્યકરોએ સમસ્યાઓ દર્શાવતા લાઈવ ફોટોના પોસ્ટર પ્રદર્શિત કરી “સમસ્યાઓ દૂર કરો, ભ્રષ્ટાચાર બંધ કરો”ના નારા લગાવ્યા હતા.

ધારાસભ્ય દીનેશ ઠાકોરે જણાવ્યું કે, હારીજના છ વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી, લાઈટ અને રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા કોંગ્રેસે ધરણા યોજ્યા છે. જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande