કૉંગ્રેસના પૂર્વ ખજાનચી રામગોપાલ અગ્રવાલના ઘરે ઈડીનો દરોડો
રાયપુર, નવી દિલ્હી, 20 ઑગસ્ટ (હિ.સ.) છત્તીસગઢના ધમતરીમાં પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ, કૉંગ્રેસના પૂર્વ ખજાનચી રામગોપાલ અગ્રવાલના સિહાવા રોડ સ્થિત ઘરે દરોડો પાડ્યો છે. ઈડીની ટીમ સવારે લગભગ 7 વાગ્યે બે અલગ-અલગ વાહનોમાં અગ્રવાલના ઘરે પહોંચી હતી. વિશ્વસન
રામગોપાલ અગ્રવાલનું ઘર


રાયપુર, નવી દિલ્હી, 20 ઑગસ્ટ (હિ.સ.) છત્તીસગઢના ધમતરીમાં પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ, કૉંગ્રેસના પૂર્વ ખજાનચી રામગોપાલ અગ્રવાલના સિહાવા રોડ સ્થિત ઘરે દરોડો પાડ્યો છે. ઈડીની ટીમ સવારે લગભગ 7 વાગ્યે બે અલગ-અલગ વાહનોમાં અગ્રવાલના ઘરે પહોંચી હતી.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, એક ટીમમાં સુરક્ષા દળના જવાનો સહિત કુલ આઠ સભ્યો સામેલ છે. ઘરની બહાર સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈને પણ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. અધિકારીઓ ઘરની અંદર દસ્તાવેજો અને અન્ય જરૂરી રેકોર્ડની તપાસ કરી રહ્યા છે. ઈડીનો દાવો છે કે સિન્ડિકેટ દ્વારા એકત્ર કરાયેલા ગેરકાયદે કમિશન અને કરોડો રૂપિયાના કાળા નાણાંને ઠેકાણે લગાવવામાં (મની લોન્ડરિંગ) રામગોપાલ અગ્રવાલની મુખ્ય ભૂમિકા રહી છે. કૉંગ્રેસ નેતા રામગોપાલ અગ્રવાલ હાલમાં રાયપુર સેન્ટ્રલ જેલ (કેન્દ્રીય જેલ, રાયપુર)માં બંધ છે.

છત્તીસગઢના બહુચર્ચિત દારૂ અને કોલસા લેવી કૌભાંડ મામલાઓમાં તપાસ એજન્સીઓની પૂછપરછ અને કસ્ટડી રિમાન્ડ પૂરા થયા બાદ અદાલતે તેમને ન્યાયિક રિમાન્ડ (જેલ) પર મોકલ્યા છે. તેઓ પહેલેથી જ સેન્ટ્રલ જેલમાં એક વિચારાધીન કેદી તરીકે બંધ હતા. આ દરમિયાન 11 ઑગસ્ટ 2026ના રોજ પ્રવર્તન નિદેશાલયે તેમને જેલની અંદરથી જ દારૂ કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં ઔપચારિક રીતે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વિશેષ પીએમએલએ અદાલતે તેમને 18 ઑગસ્ટ સુધી ઈડીની કસ્ટડી રિમાન્ડ પર સોંપ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande