પી.એમ.સ્વનીધી યોજના અંતર્ગત દર શુક્રવારને પી.એમ. સ્વનીધી ડે તરીકે જાહેર કરાયો.
પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત દર શુક્રવારને ‘પી એમ સ્વનિધિ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલના અધ્યક્ષસ્થાને બેન્ક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજા
પી.એમ.સ્વનીધી  યોજના  અંતર્ગત દર શુક્રવારને  પી.એમ. સ્વનીધી  ડે તરીકે  જાહેર  કરાયો.


પી.એમ.સ્વનીધી  યોજના  અંતર્ગત દર શુક્રવારને  પી.એમ. સ્વનીધી  ડે તરીકે  જાહેર  કરાયો.


પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)પીએમ

સ્વનિધિ યોજના અંતર્ગત દર શુક્રવારને ‘પી એમ સ્વનિધિ ડે’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના સભાખંડમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષ પટેલના અધ્યક્ષસ્થાને બેન્ક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.ગુજરાત શહેરી આજીવિકા મિશનના પરિપત્ર મુજબ શેરી ફેરિયાઓને આજીવિકા માટે વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે હેતુથી યોજના 31 માર્ચ 2030 સુધી અમલમાં છે. મહાનગરપાલિકા દ્વારા બેન્કોમાં રજૂ કરાયેલી તથા લોન મંજૂરી અને વિતરણ માટે પેન્ડિંગ અરજીઓની બેઠકમાં સમીક્ષા કરવામાંઆવી હતી.લીડ બેન્કના મેનેજર કિરણકુમાર બારોટે તમામ બેન્ક અધિકારીઓને દર શુક્રવારે પીએમ સ્વનિધિ યોજનાની કામગીરી હાથધરી વધુમાં વધુ લાભાર્થીઓને લોન મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.બેઠકમાં એનયુએલએમ પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી, સમાજ સંગઠક અલ્પાબેન મકવાણા, મનીષાબેન ચાંચીયા સહિત વિવિધ બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande