વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે સતત 22મી વખત બિનહરીફ ચૂંટાવા બદલ જીતુભાઈ કુહાડાનું ભવ્ય સન્માન
ગીર સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત 22મી વખત બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ જીતુભાઈ મો
વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તરીકે સતત ૨૨મી વખત બિનહરીફ


ગીર સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.) : વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડી ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ-પાટણ હિન્દુ સેવા સમાજના પ્રમુખ તરીકે સતત 22મી વખત બિનહરીફ ચૂંટાઈ આવવા બદલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાનું વિવિધ સમાજના આગેવાનો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજના પટેલ જીતેન્દ્રભાઈ ફુલબારિયા તથા તેમની કારોબારી ટીમના સભ્યો તેમજ ધામરેજ સમસ્ત ઘોઘલિયા ખારવા સમાજના પટેલ રામભાઈ સોલંકી તથા તેમની કારોબારી ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ જીતુભાઈ કુહાડાને પુષ્પગુચ્છ તથા હારતોરા પહેરાવીને તેમની દીર્ઘકાલીન નિસ્વાર્થ સમાજસેવા અને નેતૃત્વની સરાહના કરી હતી તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande