સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ
સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.). સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ હતી. રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર અને પ્રભારી સચિવ જેનુ દેવનની ઉપસ્થિતિમાં ય
સાંસદ  રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં


સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.). સાંસદ રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા) બેઠક યોજાઇ હતી.

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર અને પ્રભારી સચિવ જેનુ દેવનની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં અમલીકૃત કેન્દ્ર તથા રાજ્ય સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓ અંતર્ગત હાથ ધરાયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

સાંસદએ ખાસ જનપ્રતિનિધિઓને મળતી ગ્રાંટમાંથી જે કામો ફાળવ્યા હોય તે વિકાસકાર્યોની પ્રગતિ અને સમયમર્યાદામાં આયોજન કરી ગ્રાંટનો લોકકલ્યાણના કામોમાં ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાં જણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી પર સવિશેષ ભાર મૂકતાં સાંસદએ સોઈલ ટેસ્ટિંગ સહિતના પાસાઓ પર ધ્યાન મૂકી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં કામગીરી કરવા સૂચન કર્યું હતું.

વધુમાં જિલ્લામાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળે એ સુનિશ્ચિત કરવા પર સાંસદશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.

રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારે

વેરાવળ-પાટણ નગરપાલિકા અંતર્ગત સ્વચ્છતા અને સફાઈ કામગીરી પર ખાસ ભાર મૂક્યો હતો અને સી.એન.સી. પોલિસીની કડક અમલવારી થાય એ રીતે કામગીરી કરવા સૂચન કર્યુ હતું.

કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ તમામ સંબંધિત વિભાગોને એકબીજા સાથે યોગ્ય સંકલન રાખી અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા તેમજ નિયત સમયમર્યાદામાં જનહિતલક્ષી કાર્યો પૂર્ણ થાય તે માટે અધિકારીઓને વિશેષ તાકીદ કરી હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.ડાંગરે ગત મિટિંગ્સના એજન્ડા રજૂ કરી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ વિભાગોની નાગરિકલક્ષી યોજનાઓની પ્રગતિ અંગે માહિતી રજૂ કરી હતી.

આ બેઠક દરમિયાન સાંસદએ વૃદ્ધ અને વિધવા સહાય, સમગ્ર શિક્ષા અભિયાન, ખેતીવાડી, વાસ્મો, આઈ.સી.ડી.એસ., પી.એમ.કિસાન, જમીન માપણી, પશુપાલન, પુરવઠા, જિલ્લા રમત ગમત, આયુર્વેદ શાખા, ગ્રામ વિકાસ શાખા, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, રેલવે વિભાગ તથા વનવિભાગ સહિતના વિભાગોની કામગીરી અંગે ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, ધારાસભ્ય ભગવાન બારડ, વેરાવળ-પાટણના નગરપાલિકા પ્રમુખ નરેશ ગોહેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્ર પીઠિયાએ જિલ્લાની વિકાસ પ્રક્રિયાને વધુ ગતિ મળે તે માટે આ બેઠકમાં રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીના સભ્યઓ, આયોજન, માર્ગ અને મકાન પશુપાલન, બાગાયત, ખેતીવાડી, આરોગ્ય, રેલવે સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande