નાંદરખમાં શેરીમાં બે સિંહ સામે મળ્યા; બાઇકચાલકનો બચાવ: CCTVમાં કેદ
-ચાંચકવડમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોને રાહત. ગીર સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.) ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદરખ ગામની શેરીઓમાં બે સિંહ આવી પહોંચતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન સામેથી બાઈક લઈને આવી રહેલા એક ચાલકનો સિંહોની બિલકુલ નજીક પ
નાંદરખમાં શેરીમાં બે સિંહ સામે મળ્યા


-ચાંચકવડમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોને રાહત.

ગીર સોમનાથ, 20 ઓગસ્ટ (હિ.સ.) ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદરખ ગામની શેરીઓમાં બે સિંહ આવી પહોંચતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ દરમિયાન સામેથી બાઈક લઈને આવી રહેલા એક ચાલકનો સિંહોની બિલકુલ નજીક પહોંચ્યા બાદ અદ્ભુત રીતે આબાદ બચાવ થયો હતો. સિંહોની અવરજવર અને બાઈકચાલકના બચાવની આ સમગ્ર રોમાંચક ઘટના સ્થાનિક CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ગાય દોડી, બાઈકચાલકે સમયસૂચકતા વાપરી

CCTV ફૂટેજના આધાર મુજબ, નાંદરખની ગલીઓમાં બે સિંહ શાંતિથી લટાર મારી રહ્યા હતા તે સમયે એક ગાય તેમને જોઈને ભાગી હતી. દરમિયાન સામેથી બાઈક પર આવી રહેલા વાહનચાલકને શરૂઆતમાં રસ્તા પર સિંહો હોવાનો ખ્યાલ આવ્યો નહોતો. પરંતુ અચાનક સિંહો સન્મુખ આવી જતાં ચાલકે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બાઈક પાછી વાળી લીધી હતી અને પૂરપાટ ઝડપે વાહન ભગાવી જઈને પોતાનો જીવ બચાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande