સીધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં બુકિંગ બાદ સાઇટ અધૂરી રાખવાના આક્ષેપ, હરણી પોલીસે કાર્યવાહી કરી
વડોદરા , 20 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં સીધેશ્વર ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર પાનસુરીયા બંધુની ધરપકડ કરવામાં આવી છે. સીધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં બુકિંગની રકમ લીધા બાદ સાઇટ અધૂરી રાખી દેવાના આક્ષેપોને પગલે હરણી પોલીસે કાર્યવાહી કરી હોવાનું સામ
આરોપી


આરોપી


વડોદરા , 20 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં સીધેશ્વર ગ્રુપ સાથે સંકળાયેલા બિલ્ડર પાનસુરીયા બંધુની ધરપકડ કરવામાં આવી છે. સીધેશ્વર પ્રાઇમ પ્લસ પ્રોજેક્ટમાં બુકિંગની રકમ લીધા બાદ સાઇટ અધૂરી રાખી દેવાના આક્ષેપોને પગલે હરણી પોલીસે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સુરેશ પાનસુરીયા અને મનીષ પાનસુરીયાની ધરપકડ કરી છે. આ બંને સામે પ્રોજેક્ટ અધૂરો રાખી રોકાણકારોને મુશ્કેલીમાં મૂકવાના આક્ષેપો સાથે ફરિયાદો નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ, ઠેકરનાથ વિસ્તારમાં સીધેશ્વર પ્રાઇમ પ્લસ સહિતના પ્રોજેક્ટમાં અનેક લોકોએ રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. રોકાણકારો પાસેથી બુકિંગની રકમ લેવામાં આવી હોવા છતાં સાઇટનું કામ અધૂરું રાખવામાં આવ્યું હોવાના આક્ષેપો છે.

ફરિયાદો નોંધાયા બાદ પાનસુરીયા બંધુ છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર હોવાનું પણ સામે આવ્યું છે. આખરે હરણી પોલીસે બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને પ્રોજેક્ટમાં કેટલા લોકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું, કેટલી રકમ લેવામાં આવી હતી તેમજ સાઇટનું કામ અધૂરું કેમ રાખવામાં આવ્યું તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પાનસુરીયા બંધુની ધરપકડના સમાચાર સામે આવતા સીધેશ્વર પ્રાઇમ પ્લસમાં રોકાણ કરનારા લોકોમાં પણ આ મામલે ચર્ચા તેજ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande