


પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
મહાનગરપાલિકા દ્વારા આયોજિત
કૃષ્ણ સખા સુદામા જન્માષ્ટમી લોકમેળા-2026 માટે પ્લોટની હરરાજીથી મહાનગરપાલિકાને ગત વર્ષની સરખામણીએ રૂ.52.56 લાખની વધુ આવક થઈ છે. મેયર સાગર મોદી અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી.તીરથાણીના માર્ગદર્શન હેઠળ લોકમેળા માટે વિવિધ કેટેગરીના કુલ 435 પ્લોટની ફાળવણી કરાઈ છે. પ્લોટના ભાડાની હરરાજી થી મહાનગરપાલિકાને કુલરૂ.2,72,51,500ની આવક થઈ છે. ચાલુ વર્ષે ખાણીપીણીના 42, રમકડાં-કટલેરીના 151, નાનાબાળકોની ચકડોળના 58, મોટાયાંત્રિક ચકડોળના 15 તથા મોતનોકૂવો, પાથરણા, કેબિન અને રેકડીસ હિતના 144 પ્લોટની ફાળવણી કરાઈ છે.
ગત વર્ષે કુલ 630 પ્લોટ માંથી રૂ.2,19,95,000ની આવક થઈ હતી. આમ, ચાલુ વર્ષે પ્લોટની સંખ્યા 630 થી ઘટીને 435 થઈ હોવા છતાં આવકમાં રૂ.52,56,500નો વધારો નોંધાયો છે. આ વર્ષે 3થી 7 સપ્ટેમ્બર દરમિયાન
યોજાનારા પાંચ દિવસીય લોકમેળામાં
વિવિધ ફૂડ ઝોન, ખાણીપીણીના સ્ટોલ, રમકડાં-કટલેરી તથા મનોરંજનની રાઈડ્સ સહિતના આકર્ષણો જોવા મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya