અંકલેશ્વર ખાતે કરજણ કોલોનીમાં ઈન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રીએ કર્યું
- કરજણ કેનાલની ક્ષમતા વધારવા 143 કરોડના ખર્ચે 51 કિમી લંબાઈનું નવીનીકરણ હાથ ધરાશે - કેનાલ નવીનીકરણ, ડ્રેનેજ સફાઈ અને ચેકડેમ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું આયોજન - ખેડૂતોને મળશે સિંચાઈનું પૂરતું પાણી કરી શકશે ખેતીની આવક બમણી ભરૂચ,
અંકલેશ્વર ખાતે કરજણ કોલોનીમાં ઈન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રીએ કર્યું

અંકલેશ્વર ખાતે કરજણ કોલોનીમાં ઈન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રીએ કર્યું

અંકલેશ્વર ખાતે કરજણ કોલોનીમાં ઈન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રીએ કર્યું

અંકલેશ્વર ખાતે કરજણ કોલોનીમાં ઈન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રીએ કર્યું

અંકલેશ્વર ખાતે કરજણ કોલોનીમાં ઈન્સ્પેક્શન બંગલો અને ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રીએ કર્યું

- કરજણ કેનાલની ક્ષમતા વધારવા 143 કરોડના ખર્ચે 51 કિમી લંબાઈનું નવીનીકરણ હાથ ધરાશે

- કેનાલ નવીનીકરણ, ડ્રેનેજ સફાઈ અને ચેકડેમ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું આયોજન

- ખેડૂતોને મળશે સિંચાઈનું પૂરતું પાણી કરી શકશે ખેતીની આવક બમણી

ભરૂચ, 20 ઓગસ્ટ (હિ.સ.) : શ્રાવણ સુદ આઠમની પાવન તિથિએ ગુજરાત સરકારના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત કરજણ કોલોની, અંકલેશ્વર ખાતે 413.79 લાખના ખર્ચે ઈન્સ્પેક્શન બંગલો અને યુઆરબીસીઆઈ ડિવિઝન અંકલેશ્વર માટે 248.94 લાખના ખર્ચે ડિવિઝન-સબ ડિવિઝન ઓફિસ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આમ 662.73 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે જિલ્લામાં 1967માં નિર્માણ થયેલ કેનાલ સિસ્ટમથી શરૂઆતમાં કપાસ અને તુવેર જેવા પાકો લેવાતા હતા. સાથે આપણા વિસ્તારમાં શુગર ફેક્ટરીઓ આવવા સાથે સિંચાઈનો વ્યાપ વધવાથી શેરડી અને ડાંગરના જેવા પાકોના વાવેતરમાં વધારો થયો છે. આ કેનાલમાં ઝાડી ઝાંખરા વગરે પણ ઊગી ગયા છે જેનાથી કેનાલ ફાટે તો ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે. આ સ્થિતિને પોહચી વળવા માટે કેનાલનું નવીનીકરણ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે.

સિંચાઈ માટેના વધારાના પાણીની જરૂરિયાતને પોહચી વળવા કેનાલની ક્ષમતા વધારવા અને છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવા 143 કરોડના ખર્ચે આશરે 51 કિમી લંબાઈ ધરાવતી કરજણ કેનાલનું નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે. સાથે પાણીની સ્થિતિ સામે સુવિધા વધારવા આ માટે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન 90 દિવસ સુધી કેનાલ બંધ રાખીને આ કામગીરી પૂર્ણ કરાશે.

કેનાલના નવીનીકરણ બાદ કેનાલની પાણી વહન કરવાની ક્ષમતા 3200 ક્યુસેકથી વધીને 4200 થી 4300 ક્યુસેક સુધી પહોંચશે. જેનો લાભ ભરૂચ જિલ્લાના મોટા વિસ્તારના ખેડૂતોને થવાનો છે. કીમ અને ટોકરી નદીઓ પર સિરીઝ ચેકડેમો, બનાવી પાણીનો સમુદ્રમાં વહી જતો બગાડ અટકાવવામાં આવશે. સાથે જ તાપી અને કરજણ નદીના પાણીથી ઊંચાણવાળા ટેકરાવાળા વિસ્તારો જેમ કે માંગરોળ, માંડવી, ઉમરપાડામાં ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવશે.

સિંચાઈ માટે કરજણ નહેરનું પણ 51 કિમીનું નહેર નેટવર્ક આવેલું છે. પણ નહેરની સ્થિતિ સામે નેટવર્ક એરિયામાં પુરતા પ્રમાણમાં પાણી પોહચી નથી શકતું, આથી આગામી ટૂંક સમયમાં 143 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ નહેરનું નવીનીકરણ કરી ઉછાલી, મોતાલી, સેગપુર સુધીના ગામડાઓને સુધી પિયતમાં વધારો થાશે. આ આધુનિક માળખાકીય સુવિધાઓથી જળસંપત્તિના સુવ્યવસ્થિત સંચાલનને વધુ વેગ મળશે તેમજ અધિકારીઓ-કર્મચારીઓને કાર્યક્ષમ કામગીરી માટે સુવિધા ઉપલબ્ધ થશે. અંકલેશ્વરના સર્વાંગી વિકાસ માટે વિકાસકાર્યોની આ ગતિ અવિરત આગળ વધતી રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande