ગળપાદરમાં દારૂનો જથ્થો ઝડપાયો: ગાંધીધામ એ ડિવિઝન પોલીસે, 240 ક્વાર્ટર સાથે આરોપીને ઝડપી પાડ્યો
કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) :ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગળપાદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી ક
ગળપાદર ખાતે થી પકડાયેલો મુદ્દામાલ


કચ્છ, 20 ઓગસ્ટ (હિ.સ.) :ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગળપાદર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં પ્રોહિબીશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્રને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા પણ આવા ગુનાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગળપાદર વિસ્તારમાં એક વ્યક્તિ દારૂનો જથ્થો લઈને હાજર છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા સચીન ઉર્ફે સતલો વિનોદભાઈ ચૌહાણ, રહે. ગળપાદર, ગાંધીધામ, ઝડપાઈ ગયો હતો.

પોલીસે તેની પાસેથી 180 એમ.એલ.ની બોટલોમાં વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી કુલ 240 ક્વાર્ટર કબજે કર્યા હતા. પોલીસે કબજે કરાયેલા પ્રોહિબીશન મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ.33,500 હોવાનું જણાવ્યું છે.દારૂનો જથ્થો કબજે કર્યા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી, આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગળપાદર વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande