મહિલાની છેડતી કરનાર યુવકને 181 અભયમ ટીમે કરાવ્યું કાયદાનું  ભાન
પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.) : ધરમપુર વિસ્તારમાં છેડતીનો ભોગ બનેલી મહિલાએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતાં અભયમ ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલર નીલમ વાઢીયા અને પાયલોટ દેવેન્દ્રસિંહ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી મહિલાનું
મહિલાની છેડતી કરનાર યુવકને 181 અભયમ ટીમે કરાવ્યું કાયદાનું  ભાન


પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.) : ધરમપુર

વિસ્તારમાં છેડતીનો ભોગ બનેલી

મહિલાએ તાત્કાલિક 181 અભયમ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કરતાં અભયમ ટીમ મદદે પહોંચી હતી. કાઉન્સેલર નીલમ વાઢીયા અને પાયલોટ દેવેન્દ્રસિંહ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું

હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ નોકરી-ધંધા માટે બહાર રહેતા હોવાથી તે માતા-પિતાના ઘરે રહે છે. શેરીમાં મહિલાઓ બેઠી હતી ત્યારે પડોશી યુવક નશાની હાલતમાં આવ્યો હતો અને તેના ચારિત્ર અંગે અપશબ્દોબોલી છેડતીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન યુવકે મહિલાને થપ્પડ પણ મારી હોવાનો આક્ષેપ કર્યો હતો.

બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ 181 અભયમ ટીમે 112 પોલીસની મદદ મેળવી હતી. પોલીસની હાજરીમાં યુવકને કાયદાકીય બાબતોનું ભાન કરાવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી માટે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande