રક્ષાબંધન નિમિત્તે પાટણની વિદ્યાર્થિનીઓએ સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા.
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ. પાટણની નૂતન વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન નિમિત્તે સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા હતા. યુવા ફાઉન્ડેશનના પ્રતિનિધિ, ધ્રુમિત પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્ય
રક્ષાબંધન નિમિત્તે પાટણની વિદ્યાર્થિનીઓએ સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા.

રક્ષાબંધન નિમિત્તે પાટણની વિદ્યાર્થિનીઓએ સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા.

રક્ષાબંધન નિમિત્તે પાટણની વિદ્યાર્થિનીઓએ સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા.

પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ. પાટણની નૂતન વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન નિમિત્તે સરહદ પર તૈનાત જવાનો માટે રાખડીઓ સાથે દેશભક્તિભર્યા પત્રો મોકલ્યા હતા.

યુવા ફાઉન્ડેશનના પ્રતિનિધિ, ધ્રુમિત પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં, વિદ્યાર્થિનીઓએ સ્વખર્ચે રાખડીઓ મેળવી જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ ઉપક્રમનો હેતુ જવાનોનું મનોબળ વધારવા સાથે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સામાજિક જવાબદારીની ભાવના મજબૂત કરવાનો હતો. શિક્ષક ગૌરવભાઈ અને આચાર્યએ કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું.

વિદ્યાર્થિનીઓના આ સરાહનીય કાર્ય બદલ યુવા ફાઉન્ડેશન દ્વારા શાળાને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આચાર્યએ તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષક અને ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્ય બદલ વિદ્યાર્થીનીઓને ઠેર થે થી અભિનંદન મળ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande