HNGU MBBS ઉત્તરવહી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણની HNGUના MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાટણ બી ડિવિઝન પોલીસે રાજદીપ નાનજીભાઈ કોડિયાતર (27, ધોરાજી)ની ધરપકડ કરી છે. કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નવી ઉત્તરવહીઓ ક
HNGU MBBS ઉત્તરવહી કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણની HNGUના MBBS ઉત્તરવહી કૌભાંડમાં પાટણ બી ડિવિઝન પોલીસે રાજદીપ નાનજીભાઈ કોડિયાતર (27, ધોરાજી)ની ધરપકડ કરી છે. કોર્ટે તેને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. નવી ઉત્તરવહીઓ ક્યાં લખાઈ, હાલ ક્યાં છે, કોની મદદથી લખાઈ અને આર્થિક લેવડદેવડ થઈ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે.

કેસમાં અગાઉ MBBSના સિનિયર વિદ્યાર્થી અને મુખ્ય સૂત્રધાર તબીબ કનુભાઈ ચૌધરીની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે પરિમલ પટેલ, પાર્થ મહેશ્વરી, દિવ્ય પટેલ અને ઉદય ઓઝા સહિતના આરોપીઓ હજુ ફરાર છે.

ફરિયાદ મુજબ MBBS પ્રથમ વર્ષમાં નાપાસ થયેલા ત્રણ વિદ્યાર્થીઓની અસલ ઉત્તરવહીઓ ગાયબ કરી અન્ય સ્થળે નવી ઉત્તરવહીઓ લખવામાં આવી હતી. ત્યારબાદ ખોટા ગુણ અને બોગસ રી-એસેસમેન્ટ કાર્ડના આધારે વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પાસ કરાયા હોવાનો આરોપ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande