હરણીમાં મકાનમાં જુગારધામ પર PCBનો દરોડો, 11 ઇસમો ઝડપાય
- પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 11 લોકો ઝડપાયા, રૂ. 3.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હરણી રોડ પર આવેલી મોટનાથ રેસીડન્સીના એક મકાનમાં પ
આરોપી


- પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા 11 લોકો ઝડપાયા, રૂ. 3.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

વડોદરા, 20 ઓગસ્ટ (હિ.સ.) : વડોદરા શહેરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિઓ સામે PCB દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હરણી રોડ પર આવેલી મોટનાથ રેસીડન્સીના એક મકાનમાં પત્તા-પાના અને રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે PCBની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસને બાતમી મળી હતી કે મોટનાથ રેસીડન્સીના મકાન નંબર B-604માં રહેતો તુષાર ઉર્ફે સન્ની મહેશભાઈ રાણા બહારથી લોકોને બોલાવી પોતાના મકાનમાં જુગાર રમાડતો હતો અને જુગાર માટે જરૂરી સવલતો પૂરી પાડતો હતો.

બાતમીના આધારે PCBની ટીમે સ્થળ પર દરોડો પાડતા મકાનમાં પત્તા-પાના અને રોકડ રકમ વડે જુગાર રમતા કુલ 11 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તમામ સામે હરણી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે દરોડા દરમિયાન કુલ રૂ. 3,68,900નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 10 મોબાઇલ ફોન કિંમત રૂ. 85,500, ચાર વાહનો કિંમત રૂ. 2 લાખ, અંગઝડતી અને જમીન દાવ પરની રોકડ રૂ. 83,400, 52 પત્તા તથા લાઇટ બિલનો સમાવેશ થાય છે.

PCBની આ કાર્યવાહી પોલીસ કમિશનર નરસિંહા કોમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને PSI વાય.વી. પટેલ સહિત PCBના સ્ટાફે સમગ્ર કામગીરી હાથ ધરી હતી. હરણી વિસ્તારમાં મકાનમાં ચાલતા કથિત જુગારધામ પર થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં પણ ચકચાર મચી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande