ભાવનગરની ઝેરી દારૂની ઘટના બાદ પોરબંદરમાં પોલીસની સતર્કતા  જરૂરી.
પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરમાં નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે વધુ 2 મોત શંકાસ્પદછે. આમ કુલ 7 લોકોનાં મોત થયા છે અને પાંચ ગામના 23 થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાએ ગેરકાયદે દારૂના
ભાવનગરની ઝેરી  દારૂની ઘટના બાદ પોરબંદરમાં  પોલીસની સતર્કતા  જરૂરી.


ભાવનગરની ઝેરી  દારૂની ઘટના બાદ પોરબંદરમાં  પોલીસની સતર્કતા  જરૂરી.


પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરમાં

નકલી ઈંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે વધુ 2 મોત શંકાસ્પદછે. આમ કુલ 7 લોકોનાં મોત થયા છે અને પાંચ ગામના 23 થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાએ ગેરકાયદે દારૂના વેચાણ સામે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.પોરબંદર જિલ્લાની વાત કરીએ તો બગવદર, રાણાવાવ અને કુતિયાણાના બરડા પંથકમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના કિસ્સા અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા રહ્યા છે. થોડા સમય પૂર્વે પોરબંદર માંથી નકલી ઈંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ હતી.બીજી તરફ પોરબંદર શહેરના સુભાષનગર, ખારવાવડ, ચૂનાનાભઠ્ઠા

સહિતના વિસ્તારોમાં હલકી ગુણવત્તાના

દેશી અને વિદેશી દારૂનું વેચાણ

થતું હોવાની ચર્ચાઓ પણ અવારનવાર

સામે આવતી રહે છે.આવી સ્થિતિમાં ભાવનગર જેવી કોઈ અનિચ્છનીય ઘટના પોરબંદર જિલ્લામાં ન બને તે પહેલાં પોલીસતંત્ર દ્વારા ગેરકાયદે દારૂના ઉત્પાદન, વેચાણ અને સપ્લાય સામે સઘન તપાસ તથા કડક કાર્યવાહી કરવામાં આવેતેવી માંગ ઉઠી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande