
પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)રાજ્ય
સરકાર દ્વારા શ્રેષ્ઠ સેવા અને કામગીરી બદલ પોરબંદર એસટી ડેપોને સન્માનિત કરવામાં આવતા પોરબંદર
ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડેપો મેનેજર સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન
પાઠવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ
ચેમ્બરના પ્રમુખ ટી.કે. કારિયા, સેક્રેટરી જયેશભાઈ પત્તાણી, ખજાનચી વિજયભાઈ ઉનડકટ સહિત
પૂર્વ પ્રમુખોઅને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હોદ્દેદારોએ ડેપો મેનેજરને પુષ્પગુચ્છ તથા અભિનંદન પત્ર અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી.સાથેજ મુસાફરોને વધુ સારી અને સુવિધા જનક
એસટી સેવા મળી રહે તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ડેપો મેનેજર સહિત સમગ્ર સ્ટાફે ચેમ્બરના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી,
ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ સેવા આપવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.પોરબંદરની જનતાને વધુ સારી એસટી સેવા મળી રહે તે માટે
ડિસ્ટ્રિક્ટ ચેમ્બર હંમેશા સહયોગ આપશે તેવી ખાતરી પણ હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya