સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ
સુરત, 20 ઓગસ્ટ (હિ.સ.) સરકારી મેડિકલ કોલેજ, સુરતમાં માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યાના રેગિંગ અને આત્મહત્યાના કેસમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી માઇક્રોબાયો
સુરત મેડિકલ કોલેજ રેગિંગ પ્રકરણ: પ્રોફેસર ડૉ. સુમૈયા મુલ્લા 90 દિવસ માટે સસ્પેન્ડ


સુરત, 20 ઓગસ્ટ (હિ.સ.) સરકારી મેડિકલ કોલેજ, સુરતમાં માઇક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટર સ્વ. ડૉ. હર્ષ પંડ્યાના રેગિંગ અને આત્મહત્યાના કેસમાં રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી માઇક્રોબાયોલોજી વિભાગના વર્ગ-1 પ્રાધ્યાપક ડૉ. સુમૈયા મુલ્લાને રેગિંગની ઘટના રોકવામાં ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક અસરથી 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે ગુજરાતની કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં રેગિંગ અથવા માનસિક ઉત્પીડન સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકારની રેગિંગ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડા કરનાર અથવા ફરજમાં ગંભીર બેદરકારી દાખવનાર અધિકારી ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર હોય, તેમની સામે કડક કાયદાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

સસ્પેન્શનના સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાનું મુખ્ય મથક સરકારી મેડિકલ કોલેજ, વડોદરા રહેશે. સક્ષમ અધિકારીની લેખિત મંજૂરી વિના તેઓ વડોદરા સ્થિત મુખ્ય મથક છોડી શકશે નહીં. આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ પ્રકારની ખાનગી નોકરી, વ્યવસાય કે ધંધો પણ કરી શકશે નહીં.

ઘટના બાદ આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોમાં એન્ટિ-રેગિંગ કમિટી અને એન્ટિ-રેગિંગ સ્ક્વોડને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના આદેશ આપ્યા છે. તમામ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને ભયમુક્ત વાતાવરણ મળે તે સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande