વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધીને જન્મજયંતિ પર યાદ કર્યા, પરિવારજનો અને અન્યોએ અર્પી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. તેમણે એક્સ પર લખ્યું, ''''ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ.'''' દિવંગત નેતાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્સ પોસ્ટ


નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. તેમણે એક્સ પર લખ્યું, ''ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિના અવસરે શ્રદ્ધાંજલિ.'' દિવંગત નેતાના પરિવારજનો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા શ્રદ્ધાંજલિ આપવા માટે રાજીવ ગાંધીના સમાધિસ્થળ વીરભૂમિ પહોંચ્યા. રાજીવ ગાંધીને લોકસભા અધ્યક્ષ અને રક્ષામંત્રીએ પણ યાદ કર્યા.

વીરભૂમિમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પહોંચેલા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરીને યાદ કર્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ એક્સ પર લખ્યું, પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતિ પર તેમને ભાવપૂર્ણ નમન. રક્ષામંત્રી રાજનાથ સિંહે એક્સ પર લખ્યું, ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર, હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતની વિકાસયાત્રામાં તેમનો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ 'સદભાવના દિવસ' તરીકે મનાવવામાં આવે છે. તેઓ 40 વર્ષની ઉંમરે વડાપ્રધાન બન્યા હતા. રાજીવ ગાંધીનો જન્મ 20 ઓગસ્ટ 1944ના રોજ બોમ્બે (હવે મુંબઈ)માં થયો હતો. 31 ઓક્ટોબર 1984ના રોજ તેમની માતા ઇન્દિરા ગાંધીની હત્યા બાદ, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ અને પછી વડાપ્રધાન બન્યા હતા. રાજીવ 1984થી 1989 સુધી વડાપ્રધાન રહ્યા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande