1994ના ફટાણા ગામના હત્યાના પ્રયાસ કેસમાં તમામ આરોપીઓને હાઈકોર્ટ માંથી રાહત.
પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)તા.12/01/1994 ના રોજ સાંજે 6:30 વાગ્યાનાં સુમારે આ કામનાં આરોપીઓ પૈકી કેશવ અરજણ-કુહાડી, નાગા અરશી-લાકડી તથા ભીખા લખમણ અને દેવશી અરજણ છરી લઈને આવેલા અને ઈજા પામનાર નથુ ઘેલાને દૂધની ડેરીથી થોડે દુર અટકાવી કેશવ અરજણ અને નાગા અ
1994ના ફટાણા ગામના હત્યાના પ્રયાસ કેસમાં તમામ આરોપીઓને હાઈકોર્ટ માંથી રાહત.


પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.)તા.12/01/1994 ના રોજ સાંજે 6:30 વાગ્યાનાં સુમારે આ કામનાં આરોપીઓ પૈકી કેશવ અરજણ-કુહાડી, નાગા અરશી-લાકડી તથા ભીખા લખમણ અને દેવશી અરજણ છરી લઈને આવેલા અને ઈજા પામનાર નથુ ઘેલાને દૂધની ડેરીથી થોડે દુર અટકાવી કેશવ અરજણ અને નાગા અરશીએ માં-બેન સમાન ભૂંડી ગાળો બોલી જાહેરમાં અપમાનિત કરી ઉશ્કેરણી કરી ઉશ્કેરાઈ જઈ આરોપી કેશવ અરજણ દ્વારા ઈજા પામનારનાં માથામાં તેનું મૃત્યુ નિપજાવવાના ઈરાદે કુહાડીનો એકઘા મારેલ, નાગા અરશીએ લાકડીનો માથામાં તથા નાકમાં મારેલ અને અન્ય બે આરોપીઓએ જાહેરમાં છરીઓ ધારણ કરી એવું કહેલ કે, “નથુ ઘેલાને પતાવી નાખો.” અને તે રીતે આરોપીઓ દ્વારાઆઈ.પી.સી. કલમ-307 મુજબનો ગુન્હો આચરવામાં આવેલ હતો.જે સમગ્ર કેસ નામદાર પોરબંદર સેશન્સ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સમગ્ર રેકર્ડગત પુરાવાઓનું મૂલ્યાંકન કરી તમામ આરોપીઓનેતા.31/03/2003 ના રોજ નિર્દોષ છોડી દીધેલ હતા.જે હુકમ સામે ફરિયાદ પક્ષ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ અરજી કરવામાં આવેલ હતી જેમાં આરોપીઓ પક્ષે યુવા એડવોકેટ પુંડરીક બી. ઓડેદરા રોકાયેલા હતા અને આ અપીલ અરજીની સુનાવણી વખતે આરોપી પક્ષેએ મતલબની દલીલ કરવામાં આવેલહતી કે, “ નામદાર નીચેની કોર્ટનો હુકમ ખરો અને કાયદેસરનો છે તેમજ ફરિયાદી પોતે જ હોસ્ટાઈલ જાહેર થયેલ છે તેમજ હાલની ફરિયાદનાં કામે પાંચમો આરોપીકે જેનો કોઈ જ રોલ નથી તેને ખોટી રીતે સંડોવવામાં આવેલ છે અને તેથી તેનો પુરાવો વિશ્વનીય ગણી શકાય નહિ તેમજ ઈજા પામનારની જુબાનીમાં ઘણી બધી વિસંગતતાઓ રહેલી છે જે જોતા જે બનાવ બનેલો છે અને ઈજા પામનાર જે વાત કરે છે તે બંને અલગ-અલગ જણાય છે. તેમજ ડોક્ટર સમક્ષ પોતે ભાનમાં હોવા છતાં મેડીકલ હિસ્ટ્રીમાં કોઈના નામ આપેલ નથી. તેમજ ઈજા પામનારનું સ્ટેટમેન્ટ દોઢ માસ બાદ લેવામાં આવેલ છે જે સ્ટેટમેન્ટ બનાવ બન્યા બાદ આટલું મોડું કેમ લેવામાં આવ્યું તેનો કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી.તેમજ ઈજા પામનારે રાજકોટ સારવાર લીધેલ હતી તેના કોઈ જ દસ્તાવેજી આધારો રેકર્ડ ઉપર રજુ કરવામાં આવેલ નથી તેમજ ઈજા પામનારનું મરણોન્મુખ નિવેદન લેવામાં આવેલ પરંતુ તે નિવેદન ફરિયાદપક્ષે રજુ કરેલ નથી. તેમજ બધા પંચો હોસ્ટાઈલ જાહેર થયેલ છે અને આરોપી કે ઈજા પામનારનાં લોહીનાં નમુનાઓ કબજે કરવામાં આવેલ નથી જેથી કપડાઓ ઉપર જે લોહીનાં ધાબા છે તે ઈજા પામનારનાં જ છે કે અન્ય કોઈના તે કહી શકાય નહિ તેમજ Aquital Appeal માં જયારે નીચેની કોર્ટ દ્વારા લીધેલ વ્યુ પોસીબલ હોય તો તેને યથાવત રાખવો જોઈએ. ” તેવી વિગતવારની દલીલો રજુકરતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિગતવારની દલીલો તથા રેકર્ડગત પુરાવાઓ વિગેરેનું મૂલ્યાંકન કરી ફરિયાદપક્ષની અપીલ ડીસમીસ કરવાનો હુકમ કરેલ હતો.ઉપરોક્ત કામે આરોપી પક્ષે તરફે મૂળપોરબંદરનાં અને હાલ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ ખાતે પ્રેક્ટીસ કરતા યુવા એડવોકેટ પુંડરીક બી. ઓડેદરા રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande