સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર એસટી બસને ટ્રેલરની જોરદાર ટક્કર, બસ ચાલક ઈજાગ્રસ્ત.
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી સર્કલ નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાસમ ગામથી મુસાફરોને ઉતારીને સિદ્ધપુર એસટી ડેપો તરફ પરત ફરી રહેલી બસને મહેસાણા તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હ
સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર એસટી બસને ટ્રેલરની જોરદાર ટક્કર, બસ ચાલક ઈજાગ્રસ્ત.


સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર એસટી બસને ટ્રેલરની જોરદાર ટક્કર, બસ ચાલક ઈજાગ્રસ્ત.


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર-પાલનપુર હાઈવે પર કાકોશી સર્કલ નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાસમ ગામથી મુસાફરોને ઉતારીને સિદ્ધપુર એસટી ડેપો તરફ પરત ફરી રહેલી બસને મહેસાણા તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં બસ અને ટ્રેલરના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. બસ ચાલક નિતીનકુમાર જીવા સોલંકીને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં તેમના ઘૂંટણમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું.

અકસ્મત બાદ ટ્રેલર ચાલક વાહન સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત બસ ચાલકની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે ફરાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande