

પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર તાલુકા પંચાયત કચેરી ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિન નિમિત્તે સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઉજવણી દરમિયાન કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ જાતિ-ધર્મના ભેદભાવ વિના શાંતિ, એકતા અને ભાઈચારો જાળવવા માટે સદભાવના પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે 20 ઓગસ્ટે રાજીવ ગાંધીના જન્મદિવસને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ તાહેરાબેન નેમખાન પઠાણ, ડી.આઈ. પટેલ સહિત તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, પંચાયત સદસ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચંદનજી ઠાકોરે રાજીવ ગાંધીના આધુનિક ટેક્નોલોજી અને નવીનીકરણીય ઊર્જાના વિકાસમાં યોગદાનને યાદ કરી તેમના વિચારોને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ