જામનગરમાં બાઇકની ટક્કરે ઈજાગ્રસ્ત સ્કૂટર ચાલકનું સારવારમાં મોત નીપજ્યું
જામનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) :જામનગરમાં પટેલ કોલોની શેરી નં. 6, ખાદિમની દુકાન પાસે એ-વન ફ્લાવરની સામે વળાંક લેતી વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવી એક્સેસ મોટરસાયકલને ટક્કર મારતાં તેના ચાલક પ્રવિણસિંહ ધીરૂભા જાડેજા
ફરિયાદ


જામનગર, 20 ઓગસ્ટ (હિ.સ.) :જામનગરમાં પટેલ કોલોની શેરી નં. 6, ખાદિમની દુકાન પાસે એ-વન ફ્લાવરની સામે વળાંક લેતી વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલના ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી લાવી એક્સેસ મોટરસાયકલને ટક્કર મારતાં તેના ચાલક પ્રવિણસિંહ ધીરૂભા જાડેજા (50)ને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં અકસ્માતના બનાવે કરુણ અંત લીધો હતો.

આ બનાવ અંગે મૃતકના પુત્ર મહીપાલસિંહ જાડેજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પ્રવિણસિંહ જાડેજા એક્સેસ મોટરસાયકલ લઈને પટેલ કોલોની શેરી નં. 6 તરફથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફૈઝાન મહમદહુશેન જામ સ્પ્લેન્ડર મોટરસાયકલ નં. જીજે-10-ઈએફ-9522 લઈને પુરઝડપે અને ગફલતભરી રીતે આવતાં એક્સેસને ટક્કર મારી હતી. અકસ્મતમાં પ્રવિણસિંહને માથામાં ગંભીર ઈજા સહિત શરીરે છોલછાલની ઈજાઓ થતાં તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ફરિયાદમાં જણાવ્યા મુજબ અકસ્માત બાદ સ્થળ પર હાજર ફૈઝાન મહમદહુશેન જામે પોતે સ્પ્લેન્ડર ચલાવતી વખતે પ્રવિણસિંહની એક્સેસને ટક્કર વાગી હોવાનું મૃતકના પુત્રને જણાવ્યું હતું. આ મામલે પોલીસે ફૈઝાન મહમદહુશેન જામ સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande