


પોરબંદર , 20 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના
બખરલા ગામના ક્રિકેટર અજય ખુંટીની ઈઝરાયલની 14 સભ્યોની ટીમમાં પસંદગી થતાં પોરબંદરનું ગૌરવ વધ્યું છે. ઈઝરાયલની ટીમ હાલમાં ફિનલેન્ડમાં યોજાઈ રહેલા U-20 વર્લ્ડ કપ યુરોપ ક્વોલિફાયરમાં ભાગ લઈ રહી છે.ગઇકાલે રમાયેલી મેચમાં અજય ખુંટીએ શાનદાર બોલિંગ કરતાં 2 વિકેટ ઝડપી હતી. ઈઝરાયલની ટીમે 155 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કરી મેચ પોતાના નામે કરી હતી.આ ઉપરાંત 14 ઓગસ્ટે અજય ખુંટીએ ઓસ્ટ્રેલિયન ટીમના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને હાલ પોર્ટુગલ ટીમના કેપ્ટન મોસીસ હેનરીક સાથે મુલાકાત કરી હતી. ફિનલેન્ડ સ્થિત ઈઝરાયલ એમ્બેસેડર દ્વારા અજય ખુંટીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના ખેલાડીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈઝરાયલનું પ્રતિનિધિત્વ કરતાં સ્થાનિક રમતપ્રેમીઓમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya