બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના
ભાવનગર,20 ઓગસ્ટ (હિ.સ.)ગોહિલવાડ અને સૌરાષ્ટ્રના લોકસાહિત્ય તથા સંસ્કૃતિના જાણીતા લોકગાયક માયાભાઈ આહિર દ્વારા શ્રાવણ માસ દરમિયાન બોરડા ગામે સનાતન પરંપરા મુજબ શિવ ઉપાસના અને યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. મૌન અનુષ્ઠાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્
અનુષ્ઠાન


ભાવનગર,20 ઓગસ્ટ (હિ.સ.)ગોહિલવાડ અને સૌરાષ્ટ્રના લોકસાહિત્ય તથા સંસ્કૃતિના જાણીતા લોકગાયક માયાભાઈ આહિર દ્વારા શ્રાવણ માસ દરમિયાન બોરડા ગામે સનાતન પરંપરા મુજબ શિવ ઉપાસના અને યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. મૌન અનુષ્ઠાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ દ્વારા શિવ આરાધના કરવામાં આવી રહી છે.

માયાભાઈ આહિર શ્રાવણ માસ અને નવરાત્રી દરમિયાન પરમતત્વની સનાતન ઉપાસના કરતા રહ્યા છે. બોરડા ગામે ચાલી રહેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં શિવ ઉપાસનાની સાથે શક્તિ વંદના તથા શ્રીકૃષ્ણ વંદના પણ કરવામાં આવી રહી છે. સમગ્ર અનુષ્ઠાન દરમિયાન સૌના કલ્યાણની ભાવના સાથે ધાર્મિક વિધિઓ યોજાઈ રહી છે.

ગોહિલવાડથી લઈને સૌરાષ્ટ્ર અને દેશ-વિદેશમાં લોકસાહિત્ય અને સંસ્કૃતિનું ગાન કરતા માયાભાઈ આહિર છેલ્લા ૧૩ વર્ષથી પોતાના વતન બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન સનાતન પરંપરા મુજબ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી રહ્યા છે. આ પરંપરાને તેઓ શ્રદ્ધા અને આધ્યાત્મિક ભાવના સાથે સતત આગળ ધપાવી રહ્યા છે.

સનાતન શાસ્ત્ર પરંપરા મુજબ ગજાનંદભાઈ શુકલજી સહિત ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવી રહી છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપક્રમમાં ધાર્મિક, સામાજિક તેમજ કળાક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી યજ્ઞનારાયણના દર્શનનો લાભ લઈ રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન બોરડા ગામે યોજાઈ રહેલું આ અનુષ્ઠાન ભક્તિ, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના સમન્વયનું ઉદાહરણ બની રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande