
નવી દિલ્હી, 20 ઓગસ્ટ (હિ.સ.). જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની બે દિવસીય મુલાકાત માટે બુધવારે શ્રીનગર પહોંચેલા ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે શહેરની સુંદરતાની પ્રશંસા કરી. તેમણે એક્સ પર એક ફોટો શેર કરીને લખ્યું, શ્રીનગરની સુંદરતાનો અનુભવ કરવો અદ્ભુત હતો, જેમાં પરી મહલ અને પ્રખ્યાત ડલ સરોવર ની મુલાકાતનો પણ સમાવેશ થાય છે!
સર્જિયો ગોરે બુધવારે શ્રીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્રદેશને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં લીધા હોવાથી અમેરિકા જમ્મુ અને કાશ્મીર માટે ટ્રાવેલ એડવાઇઝરીની સમીક્ષા કરશે. ગોરે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર એક સુંદર સ્થળ છે અને ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ