સિદ્ધપુરમાં મુસાફરોને લૂંટતી સુરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી રોકડ ચોરી કરતી સુરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. સુજાણપુરના ભારમલજી મોહનજી ઠાકોર સિદ્ધપુરથી પાલનપુર જવા ગોકુળમીલ સામે ઊભા હતા ત્યારે આરોપીઓએ તેમને ઈકો ગાડીમાં બ
સિદ્ધપુરમાં મુસાફરોને લૂંટતી સુરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા.


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર પોલીસે ઈકો ગાડીમાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી રોકડ ચોરી કરતી સુરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. સુજાણપુરના ભારમલજી મોહનજી ઠાકોર સિદ્ધપુરથી પાલનપુર જવા ગોકુળમીલ સામે ઊભા હતા ત્યારે આરોપીઓએ તેમને ઈકો ગાડીમાં બેસાડી ₹20,000ની ચોરી કરી હતી.

ફરિયાદ બાદ પીઆઈ એમ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.આર. શુક્લા અને સ્ટાફ હાઈવે પેટ્રોલિંગમાં હતા. હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ રબારી અને કરણસિંહ રાજપૂતને મળેલી બાતમીના આધારે ખળી ચાર રસ્તા નજીક ઈકો ગાડી નંબર GJ 26 AD 9236 રોકી તપાસ કરવામાં આવી.

પોલીસે મહમદઆદિલ ગુલાબમહંમદ શેખ (નાણાપુરા, દાંતીવાડ, સુરત), નિઝામુદ્દીન અલ્લાઉદ્દીન શેખ (ભેસ્તાન આવાસ, સુરત) અને મોહસીનખાન ઉર્ફે સલમાન હકીમખાન પઠાણ (સંજયનગર સોસાયટી-2, ઉન પાટીયા, સુરત)ને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓ પાસેથી ₹2,00,000ની ઈકો ગાડી, ₹10,000ના બે એન્ડ્રોઇડ મોબાઈલ અને ₹20,000 રોકડા, મળી કુલ ₹2,30,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સિદ્ધપુર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande