એમ.ઈ.એમ. સ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.) : વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કેળવવા અને માર્ગ અકસ્માતો અટકાવવાના હેતુથી પોરબંદર પોલીસ દ્વારા એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા
એમ.ઈ.એમ.   સ્કૂલમાં  ટ્રાફિક જાગૃતિ  કાર્યક્રમ યોજાયો.


એમ.ઈ.એમ.   સ્કૂલમાં  ટ્રાફિક જાગૃતિ  કાર્યક્રમ યોજાયો.


એમ.ઈ.એમ.   સ્કૂલમાં  ટ્રાફિક જાગૃતિ  કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.) : વિદ્યાર્થીઓમાં

ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ

કેળવવા અને માર્ગ અકસ્માતો અટકાવવાના હેતુથી પોરબંદર પોલીસ દ્વારા એમ.ઈ.એમ. સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસના પોલીસ હેડ કોન્સ્ટેબલ માલીબેન મોઢવાડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન બારડ અને રેણુબેન બાંભણીયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજ આપી હતી.

વિદ્યાર્થીઓને હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ, મોબાઈલનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન, રોંગ સાઈડ અને ઓવરસ્પીડથી બચવું તેમજ સગીર વયેવાહન ન ચલાવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે જ ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, ઈન્ડિકેટર અને અરીસાનો યોગ્ય ઉપયોગ તથા એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરને રસ્તો આપવા અંગે સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન પોતે કરવા તેમજ પરિવારજનોને પણ નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવા અપીલ કરાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande