વડોદરાના સૂર્યનગર બાયપાસ પાસે માસૂમ બાળકના મોતની કરુણ ઘટના
વડોદરા , 20 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના સૂર્યનગર બાયપાસ નજીક એક માસૂમ બાળકના મોતની કરુણ ઘટના સામે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. એસ.આર. બાયોગેસ કંપની નજીક 6થી 7 વર્ષના દિવ્યેશ રાઠવાનું ગંભીર ઈજાઓ બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી
ખાનગી બસ


ખાનગી બસ


બાળક


વડોદરા , 20 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરના સૂર્યનગર બાયપાસ નજીક એક માસૂમ બાળકના મોતની કરુણ ઘટના સામે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. એસ.આર. બાયોગેસ કંપની નજીક 6થી 7 વર્ષના દિવ્યેશ રાઠવાનું ગંભીર ઈજાઓ બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, દિવ્યેશ રાઠવા તેના માતા-પિતા સાથે મજૂરી કામના સ્થળે આવ્યો હતો. દરમિયાન બાળક તેની માતા પાસે મંદિર જઈ પ્રસાદ લેવા માટે નીકળ્યો હતો. જોકે, માત્ર પાંચ મિનિટ બાદ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર પડેલો મળી આવ્યો હતો.

પરિવારજનોએ બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટના અંગેનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. જેમાં ખાનગી બસના દરવાજા પાસે બાળકનું માથું ફસાયેલું જોવા મળતું હોવાનું સામે આવ્યું છે. જોકે, બાળક બસ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની સાથે ચોક્કસ શું ઘટના બની તે અંગે હજુ રહસ્ય યથાવત છે.

પરિવારજનો દ્વારા ઘટનાસ્થળના વધુ સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરવામાં આવી છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી શકે. બીજી તરફ પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

માસૂમ બાળકના અચાનક મોતથી પરિવારજનોમાં આક્રંદ ફેલાયો છે. હવે પોલીસની તપાસમાં સીસીટીવી સહિતના પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande