પાવીજેતપુરના વાવડી ગામે વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો: મહિલાની હત્યા કરી રૂ.2.97 લાખના દાગીનાની લૂંટ, પતિ ગંભીર
- સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી હત્યારાઓ ફરાર: કરાલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છોટાઉદેપુર, 20 ઓગસ્ટ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે સીમ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી પર મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ લૂંટના ઇરાદે જીવલેણ
મૃતક મહિલા


લૂંટ


લૂંટ


- સોના-ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી હત્યારાઓ ફરાર: કરાલી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

છોટાઉદેપુર, 20 ઓગસ્ટ (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે સીમ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી પર મોડી રાત્રે અજાણ્યા ઈસમોએ લૂંટના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ ઘાતકી હુમલામાં વૃદ્ધ મહિલા મંચીબેન રાઠવાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ કાગડાભાઈ રાઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગત મુજબ, પાવીજેતપુર તાલુકાના વાવડી ગામની સીમમાં આવેલા ખેતરમાં રાઠવા કાગડાભાઈ સોમાભાઈ પોતાની પત્ની મંચીબેન સાથે છેલ્લા ઘણા વર્ષોથી ખેતર સાચવવા રહેતા હતા. ગત રાત્રિના સુમારે જ્યારે દંપતી ઊંઘમાં હતું ત્યારે અજાણ્યા લૂંટારુઓ ઘરમાં ધસી આવ્યા હતા અને દંપતી પર જીવલેણ હુમલો કરી સોના-ચાંદીના કિંમતી ઘરેણાંની લૂંટ ચલાવી હતી.

હુમલાખોરોએ મંચીબેને પહેરેલા ઘરેણાંમાંથી ₹૧,૧૦,૦૦૦ની કિંમતની ૫૦૦ ગ્રામ ચાંદીની હાંસળી, ₹૩૫,૦૦૦ની કિંમતની સોનાની બુટ્ટીઓ, ₹૧૨,૦૦૦ની કિંમતના પગના ચાંદીના છડા, ₹૧૦,૦૦૦ની કિંમતના કાનના વિરલા (નંગ ૬) તેમજ ₹૮૦,૦૦૦ની કિંમતના ૪૦૦ ગ્રામ બંને હાથના કળાની લૂંટ કરી હતી. આ ઉપરાંત કાગડાભાઈએ કાનમાં પહેરેલી ₹૫૦,૦૦૦ની કિંમતની સોનાની કકડી (નંગ ૨) મળી કુલ ₹૨,૯૭,૦૦૦ના મુદ્દામાલની લૂંટ ચલાવી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

હુમલા દરમિયાન તીક્ષ્ણ હથિયારો દ્વારા ગંભીર ઈજાઓ પહોંચતા મંચીબેનનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે લોહીલુહાણ હાલતમાં મળી આવેલા કાગડાભાઈ રાઠવાને ૧૦૮ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ કરાલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી અજાણ્યા લૂંટારુઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

પાવીજેતપુરના વાવડી ગામે વૃદ્ધ દંપતી પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો થયો હતો, જ્યાં વૃધ્ધાનું મોત થયું હતું તે સ્થળ ની તથા મૃતકનો ફાઇલ ફોટો નજરે પડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande