પાટણમાં ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે મીની પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણમાં બહુચર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરની મુખ્ય લાઈનમાં પંચર પડતાં સર્જાયેલી ગટર ઉભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જીયુડીસી દ્વારા વૈકલ્પિક મીની પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ શરૂ કરાયું છે. કેનાલ નજીક તૂટેલી ગટરની ચેમ્બર પાસે મીન
પાટણમાં ગટર સમસ્યાના કાયમી ઉકેલ માટે મીની પમ્પિંગ સ્ટેશનનું કામ શરૂ


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણમાં બહુચર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરની મુખ્ય લાઈનમાં પંચર પડતાં સર્જાયેલી ગટર ઉભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જીયુડીસી દ્વારા વૈકલ્પિક મીની પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ શરૂ કરાયું છે. કેનાલ નજીક તૂટેલી ગટરની ચેમ્બર પાસે મીની પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીંથી બહુચર પમ્પિંગ સ્ટેશન સુધી નવી પાઇપલાઇન નાખવામાં આવશે અને કામગીરી આશરે 10 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

ગટર ઉભરાવાની સમસ્યાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી અને દુર્ગંધ ફેલાતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા જીયુડીસી સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ નવી પાઇપલાઇન મારફતે ગટરના પાણીનો નિકાલ શરૂ થશે. આથી શહેરના નાગરિકોને વારંવાર ઉભરાતી ગટર, ગંદકી અને દુર્ગંધની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. કામગીરીના પ્રારંભે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, એન્જિનિયર, કાઉન્સિલર દીપક પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande