
જૂનાગઢ 20 ઓગસ્ટ (હિ.સ.) વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની યોજનાઓનો લાભ મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે આંબા અને જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ તેમજ હવાઈ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નૂર સહાય ઘટક માટે તા. ૨૦/૦૮/૨૦૨૬ થી ૨૬/૦૮/૨૦૨૬ સુધી, તથા નેટ હાઉસ / એગ્રો ટેક્ષટાઈલ નેટ હાઉસ માટે સહાય ઘટક માટે તા.૨૧/૦૮/૨૦૨૬ થી તા. ૨૦/૦૯/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ (I-Khedut) ખુલ્લું મુકવામાં આવ્યું છે. વધુમાં, વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજિયાતપણે કરવાનું રહેશે. ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. આ યોજનાઓ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર બાગ પાસે, નીલમબાગ, લઘુકૃષિ ભવન, જૂનાગઢ (ફોન નં: ૦૨૮૫-૨૬૩૫૦૧૯), જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, જૂનાગઢ દ્વારા જણાવાયું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ