ચાણસ્મામાં દારૂનું વેચાણ કરતો શખ્સનો વીડિયો વાયરલ, પોલીસે ગણતરીના સમયમાં શખ્સને ઝડપી પાડ્યો
પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મામાં વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતો શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. વીડિયો પોલીસના ધ્યાને આવતા ચાણસ્મા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વીડિયોના આધારે સ્થળ અને આર
ચાણસ્મામાં દારૂનું વેચાણ કરતો શખ્સનો વીડિયો વાયરલ, પોલીસે ગણતરીના સમયમાં શખ્સને ઝડપી પાડ્યો.


ચાણસ્મામાં દારૂનું વેચાણ કરતો શખ્સનો વીડિયો વાયરલ, પોલીસે ગણતરીના સમયમાં શખ્સને ઝડપી પાડ્યો.


પાટણ, 20 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના ચાણસ્મામાં વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતો શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. વીડિયો પોલીસના ધ્યાને આવતા ચાણસ્મા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વીડિયોના આધારે સ્થળ અને આરોપીની ઓળખ મેળવી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ગણતરીના સમયમાં દારૂનું વેચાણ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે તેને કબજે કરી હતી. તેમજ દારૂના વેચાણ અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી એક કાર પણ પોલીસે જપ્ત કરી હતી.

ચાણસ્મા પોલીસે દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ સીઝ કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. વાયરલ થયેલા વીડિયો બાદ થયેલી ઝડપી પોલીસ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર દારૂના વેચાણના મામલામાં આરોપીની અટકાયત કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande