સુરત શહેર-જિલ્લાના 10 શિક્ષકોની ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026’ માટે પસંદગી
સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5 સપ્ટેમ્બરના ‘શિક્ષક દિન’ નિમિત્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2026-27 માટે સુરત શહ
‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2026’


સુરત, 21 ઓગસ્ટ (હિ.સ.) : શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠા, સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5 સપ્ટેમ્બરના ‘શિક્ષક દિન’ નિમિત્તે ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2026-27 માટે સુરત શહેર અને જિલ્લાના રાજ્ય, જિલ્લા તથા તાલુકા કક્ષાના કુલ 10 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે.

રાજ્ય કક્ષાના પારિતોષિક માટે 3 શિક્ષકો

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પ્રાથમિક વિભાગમાંથી સુરત શહેરની શ્રી પન્નાલાલ પટેલ પ્રાથમિક શાળા ક્રમાંક-289ના આચાર્ય દર્શનાબેન લાભચંદ શાહની પસંદગી થઈ છે.

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિદ્યાભારતી હિન્દી વિદ્યાલયનાં લીનાબેન મહેશચંદ્ર દેસાઈ અને માધ્યમિક આચાર્ય વિભાગમાં કામરેજની ધી કે.વી.કો.ઓ. માધ્યમિક શાળાના આચાર્ય શૈલેષકુમાર મગનલાલ દેસાઈની પસંદગી કરવામાં આવી છે.

જિલ્લા કક્ષાએ 3 શિક્ષકોની પસંદગી

જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પરિમલ ભૈરવકુમાર પુરોહિત, પ્રાથમિક વિભાગમાં ડૉ. સી.એમ. દેસાઈ પ્રાથમિક શાળા ક્રમાંક-14ના ફેનિલ હેમંતભાઈ વશી તથા આચાર્ય વિભાગમાં URC નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જીજ્ઞેશકુમાર રમેશચંદ્ર ઠાકરની પસંદગી થઈ છે.

તાલુકા કક્ષાના પારિતોષિક માટે પ્રાથમિક વિભાગમાંથી કીમ પ્રાથમિક શાળાના આરતીબેન શિવુભાઈ દવે, સાયણ સુગર પ્રાથમિક શાળાનાં જિજ્ઞાશાબેન પ્રાણજીવન સોલંકી, શ્રી ગણપતભાઈ ત્રિવેદી પ્રાથમિક શાળા ક્રમાંક-247નાં મનિષાબેન નારાયણભાઈ કોષ્ટિ તથા મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા ક્રમાંક-175નાં મિનાક્ષીબેન રવીન્દ્ર જગતાપની પસંદગી કરવામાં આવી છે.

શિક્ષણ ક્ષેત્રે સતત નિષ્ઠા, સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પસંદગી પામેલા તમામ 10 શિક્ષકોને સુરત જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી શિક્ષક દિને આ શિક્ષકોને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande