પોરબંદરની નવયુગ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે અને માર્ગ અકસ્માતો અટકાવી શકાય તે હેતુથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજાઈરહ્યા છે.જેના ભાગર
પોરબંદરની   નવયુગ  વિદ્યાલયમાં ટ્રાફિક  અવેરનેસ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરની   નવયુગ  વિદ્યાલયમાં ટ્રાફિક  અવેરનેસ કાર્યક્રમ યોજાયો.


પોરબંદરની   નવયુગ  વિદ્યાલયમાં ટ્રાફિક  અવેરનેસ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર

શહેરની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓમાં

ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ

આવે અને માર્ગ અકસ્માતો અટકાવી

શકાય તે હેતુથી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજાઈરહ્યા છે.જેના ભાગરૂપે પોરબંદરની નવયુગ વિદ્યાલય ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

ટ્રાફિક પોલીસના ASI ભાવનાબેન સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન બારડ અને રેણુબેન બાંભણીયાએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના મહત્વના નિયમો અંગે માહિતી આપીહતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને વાહન ચલાવતી વખતે ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટના ઉપયોગ સહિત માર્ગ સલામતીના વિવિધ નિયમો અંગે સમજ આપવામાં આવી હતી.

તેમજ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને

ટ્રાફિક નિયમોનું પાલન કરી પોતાની તેમજ અન્ય લોકોની સુરક્ષા જાળવવા અપીલ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande