અંબાજી માં ભાદરવી પૂનમના મેળા ને લઈ વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ
અંબાજી21 ઓગસ્ટ (હિ.સ.) અંબાજી માં ભરાનાર બાદલ પુનમના મેળા ને લઈ વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈઅંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારીઓ1,685 સંઘોનું રજીસ્ટ્રેશન : 7 હજાર પોલીસ જ
AMBAJI-MA-ADHIKARIONI-BETHAK


AMBAJI-MA-ADHIKARIONI-BETHAK


AMBAJI-MA-ADHIKARIONI-BETHAK


અંબાજી21 ઓગસ્ટ (હિ.સ.) અંબાજી માં ભરાનાર બાદલ પુનમના મેળા ને લઈ વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈઅંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારીઓ1,685 સંઘોનું રજીસ્ટ્રેશન : 7 હજાર પોલીસ જવાનો સંભાળશે સુરક્ષા વ્યવસ્થા :

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મહામેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચવાના હોવાથી યાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.મહામેળાની વ્યવસ્થા, પદયાત્રીઓની સુવિધા તેમજ યાત્રિકોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે અંબાજીની વિજયા રિસોર્ટ ખાતે વહીવટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાદરવી પૂનમીયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સંઘોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં અંબાજી મંદિરના વહીવટદાર અને પ્રાંત અધિકારીએ મહામેળાને લઈને કરવામાં આવનાર વ્યવસ્થાઓ અંગે માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ મેળા દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થા જાળવવા અંગે ખાસ ભાર મૂક્યો હતો.અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ભાદરવી પૂનમ મહામેળો સુચારુ રીતે યોજાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

માઈભક્તોને સરળતાથી દર્શન થઈ શકે તેમજ સમગ્ર મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવશે.ભાદરવી પૂનમીયા સેવા સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય પાંચ માંગણીઓ અંગે પણ ટ્રસ્ટ દ્વારા હકારાત્મક અભિગમ સાથે તેનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1,685 પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન થયું છે, જ્યારે ગત વર્ષે 1,585 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હતું.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ માઈભક્તોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે આશરે 7,000 પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ ફરજ બજાવશે. અંબાજીની સમગ્ર વ્યવસ્થાને 8 સેક્ટર અને 16 ઝોનમાં વહેંચી ખોડીવડલી કન્ટ્રોલ પોઈન્ટ પરથી રાત-દિવસ સુપરવિઝન કરવામાં આવશે.

સંઘના મહામંત્રી યોગેશ પટેલે પણ યાત્રિકોની સુવિધા, સંઘોની વ્યવસ્થા અને મેળા દરમિયાન પડતી મુશ્કેલીઓના કાયમી ઉકેલ અંગે રજૂઆતો કરી હતી.મંત્રીમંડળના આગેવાનોની શુભેચ્છાઆ બેઠકમાં રાજ્યના મંત્રી કમલેશ પટેલ, ઋષિકેશ પટેલ અને પ્રવીણ માળી ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ વ્યસ્તતાના કારણે તેઓ હાજર રહી શક્યા નહોતા. તેમણે મહામેળો સફળતાપૂર્વક સંપન્ન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

મહામેળાને લઈને પદયાત્રીઓ અને સંઘોના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટર તથા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી. હવે આગામી ભાદરવી પૂનમ મહામેળામાં લાખો માઈભક્તોને સુરક્ષિત, સુવિધાસભર અને સરળ યાત્રાનો અનુભવ મળે તે માટે તંત્રની તૈયારીઓ પર સૌની નજર રહેશે.આ પ્રસંગે મિહિર પટેલ, જિલ્લા કલેક્ટર-ચેરમેન, અંબાજી મંદિર ટ્રસ્ટ,પ્રશાંત સુંબે, જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠા, એમ જે દવે જિલ્લા વિકાસ અધિકારી, હરણી કે આર પ્રાંત અધિકારી દાતા, કૌશિક મોદી અધિક કલેકટર અને વહીવટદાર મંદિર ટ્રસ્ટ, દાંતા મામલતદાર, ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande