આસામમાં પૂરથી 92 ગામોના 14799 નાગરિકો હજુ પણ પ્રભાવિત
ગૌહાટી, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં પૂરથી પાંચ જિલ્લાના 92 ગામોના 14799 નાગરિકો હજુ પણ પ્રભાવિત છે. સામાન્ય થતા નદીઓના જળસ્તર પછી પૂર પ્રભાવિતોનું જીવન પણ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. પ્રભાવિત લોકો પોતાના આવાસ અને ખેતીને ફરીથી પાટા પર
આસામમાં પુરની વિકટ સ્થિતિ


ગૌહાટી, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). આસામમાં પૂરથી પાંચ જિલ્લાના 92 ગામોના 14799 નાગરિકો હજુ પણ પ્રભાવિત છે. સામાન્ય થતા નદીઓના જળસ્તર પછી પૂર પ્રભાવિતોનું જીવન પણ ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે. પ્રભાવિત લોકો પોતાના આવાસ અને ખેતીને ફરીથી પાટા પર લાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી ડો. હિમંત બિસ્વ સરમાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને રાજ્યમાં પૂરથી થયેલા જાનમાલના નુકસાન અને ચલાવવામાં આવી રહેલા રાહત, પુનર્વસન અભિયાનની વિગતવાર માહિતી આપી.

આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના 20 ઓગસ્ટના આંકડા અનુસાર, હવે બધી નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે. અત્યાર સુધીમાં 106 લોકોના મોત થયા છે. પૂરથી સૌથી વધુ નુકસાન શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાઓમાં થયું છે. પ્રદેશમાં 3083 હેક્ટર કૃષિ ભૂમિ પાણીમાં ડૂબેલી છે.

આ સમયે રાહત શિબિરોમાં 238 લોકોએ આશ્રય લીધો છે. રાહત વિતરણ કેન્દ્રો પર 1165 બિન-શિબિર નિવાસીઓ રાહત મેળવી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોમાં ગુરુવારે રાજ્ય સરકારે 4 મેડિકલ ટીમોને તૈનાત કરી. સરકારી અધિકારીઓ નુકસાનનું આકલન કરવામાં લાગેલા છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande