બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત 30 નવજાત દીકરીઓને વધામણા કીટ અર્પણ
ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સર તખ્તસિંહજી હોસ્પિટલના ગાયનેક વિભાગ ખાતે નવજાત દીકરીઓના જન્મને આવકારવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાન
કીટ વિતરણ કરવામાં આવી


ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સર તખ્તસિંહજી હોસ્પિટલના ગાયનેક વિભાગ ખાતે નવજાત દીકરીઓના જન્મને આવકારવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ઉષાબેન તલરેજાની ઉપસ્થિતિમાં 30 નવજાત દીકરીઓને દીકરી વધામણા કીટ અર્પણ કરી તેમના વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દીકરીના જન્મને ઉત્સાહ અને આનંદ સાથે આવકારવા તેમજ સમાજમાં દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને પરિવાર અને સમાજમાં સમાન અધિકાર, તક અને સન્માન મળે તે માટે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન નવજાત દીકરીઓના વાલીઓને ‘વ્હાલી દીકરી યોજના’ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોજનાની પાત્રતા, મળવાપાત્ર લાભો અને અરજી કરવાની પ્રક્રિયા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી. પાત્ર લાભાર્થીઓને અરજીપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દીકરીના જન્મને પરિવાર માટે ગૌરવ અને ખુશીની ક્ષણ તરીકે સ્વીકારવા તેમજ દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનવા વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમથી દીકરીના જન્મને સન્માન સાથે આવકારવાનો અને સમાજમાં દીકરીઓ અંગે સકારાત્મક વિચારસરણી વિકસાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande