
પોરબંદર, 21 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં રાણાવાવ પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત બે સ્થળે દરોડા પાડી દેશી
દારૂનો જથ્થો અને દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે કુલ રૂ.20,250નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે અલગ-અલગ ગુના નોંધ્યા છે.
પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના અને રાણાવાવ ડીવાયએસપી ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન બાતમીના આધારે બરડા ડુંગરના વિજફાડીયાનેશ ખાતે દરોડો પાડતા ભોજા ભુરાભાઈ કટારાના સ્થળેથી 65 લીટર દેશી દારૂ તથા બે કેરબા મળી રૂ.13,200નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ ચના હાદાભાઈ કટારાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી પણ આવી હતી. સ્થળેથી 200 લીટર દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.7,050નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બંને સ્થળે આરોપીઓ હાજર ન મળતા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya