અમદાવાદમાં ઝરમર વરસાદ,રાજ્યમાં સાત દિવસ હળવા વરસાદની આગાહી
અમદાવાદ,21 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદમાં આજે ઝરમર વરસાદ સવારથી પડી રહ્યો છે,રાજ્યમાં સાત દિવસ હળવા વરસાદની આગાહી છે. ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ''વેલ-માર્ક્ડ લો-પ્રેશર'' ક્ષેત્રની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ
Drizzling rain in Ahmedabad,


અમદાવાદ,21 ઓગસ્ટ (હિ.સ.) અમદાવાદમાં આજે ઝરમર વરસાદ સવારથી પડી રહ્યો છે,રાજ્યમાં સાત દિવસ હળવા વરસાદની આગાહી છે. ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં 'વેલ-માર્ક્ડ લો-પ્રેશર' ક્ષેત્રની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ટ્રફ સક્રિય છે. આ કારણે રાજ્યમાં સાત દિવસ વરસાદી માહોલ જળવાયેલો રહેશે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે એસ.જી.હાઈવે, ગોતા, ચાંદલોડિયા, સોલા, સાયન્સ સિટી, એસ.પી. રિંગ રોડ, ઝુંડાલ, ચાંદખેડા, જગતપુર, ત્રાગડ, વાડજ, ઉસ્માનપુરા અને ઈન્કમટેક્સ વિસ્તારમાં કાળા ડિબાગ વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. સીઝનમાં અત્યાર સુધી અમદાવાદમાં 593.1 મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 55.1 મિમી વધુ છે. ગઈકાલે શહેરમાં મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

21થી 23 ઓગસ્ટઃ ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને આણંદમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

23થી 27 ઓગસ્ટઃ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

હવામાન વોર્નિંગ: આગામી 7 દિવસ સુધી રાજ્યના કોઈ જિલ્લામાં ખાસ વેધર વોર્નિંગ જાહેર કરાઈ નથી અને 27થી 29 ઓગસ્ટ દરમિયાન પણ હવામાનમાં મોટા રદબદલની શક્યતા નથી

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande