અમદાવાદમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડના દારૂમાં કેમિકલ-ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડના સ્ટીકર લગાવી વેચતા નકલી દારૂ
અમદાવાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) : હજી ભાવનગર લઠ્ઠાકાંડમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાં
Fake liquor being sold in Ahmedabad


અમદાવાદ, 21 ઓગસ્ટ (હિ.સ.) : હજી ભાવનગર લઠ્ઠાકાંડમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદના નિકોલમાં ડિફેન્સના નામે સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી કેમિકલ અને ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના સ્ટીકર લગાવી નકલી વિદેશી દારૂ વેચવાના કૌભાંડનો નિકોલ અને એસએમસી પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે ફરાર છે.

નિકોલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી બાતમી મળી હતી કે અટલ આવાસ યોજનાના ગેટ પાસે સુનિલ માખીજા અને દિનેશ જંડાવાલા નામના શખ્સો ભેગા મળી બનાવટી અંગ્રેજી દારૂ તૈયાર કરી છૂટકમાં વેચાણ કરે છે. એસએમસી અને સ્થાનિક પોલીસે રેડ પાડી જ્યુપિટર પાસે ઉભેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશભાઈ માખીજાને ઝડપી લીધો હતો. બાદમા ડેકીમાંથી એક દારૂની બોટલ મળી આવી હતી.

ઉપરાંત આરોપી પાસેથી તપાસ દરમિયાન દિનેશ જંડાવાલાના કુબેરનગર સ્થિત ઘરેથી શંકાસ્પદ પ્રવાહી ભરેલી ચાર બોટલો, પ્લાસ્ટિકની ચાર બોટલો અને એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે કુલ 9500 મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આરોપીઓની પૂછપરછ કરતા સસ્તી બ્રાન્ડનો દારૂ બોટલોમાં ભરી તેમાં અલગ-અલગ કેમિકલ તથા ફ્લેવર ભેળવી મોંઘી બ્રાન્ડની દારૂના બનાવટી સ્ટીકર અને ડિફેન્સનો દારૂ હોવાનું બતાવવા તેનો સિમ્બોલ લગાવી વેચતા હતા.

જ્યારે દિનેશ ચામુંડા બ્રિજ પાસે ભંગારની દુકાન ધરાવતા શખ્સ પાસેથી ખાલી બોટલો અને બ્રાન્ડેડ સ્ટીકર અને તેની પર લગાવવાના સીલ લાવતો હતો. આ અંગે નિકોલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને સુનિલની ધરપકડ કરી ફરાર બે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande