ગ્રાન્ટેડ શાળાના 176 કર્મચારીઓને પૂર્ણ પગારના આદેશ એનાયત
ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા કુલ 176 કર્મચારીઓને પૂર્ણ પગારના આદેશ એનાયત કરવાનો કાર્યક્રમ 20 ઓગસ્ટ, 2026ના રોજ પી.એન.આર. સોસાયટી હોલ, ભાવનગર ખાતે યોજાયો હતો. રાજ્ય કક્ષાન
આદેશ એનાયત કરવામાં આવ્યા


ભાવનગર, 21 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગર જિલ્લાના ગ્રાન્ટેડ શાળાઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા કુલ 176 કર્મચારીઓને પૂર્ણ પગારના આદેશ એનાયત કરવાનો કાર્યક્રમ 20 ઓગસ્ટ, 2026ના રોજ પી.એન.આર. સોસાયટી હોલ, ભાવનગર ખાતે યોજાયો હતો. રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાની ઉપસ્થિતિમાં કર્મચારીઓને આદેશો આપવામાં આવ્યા હતા.

પૂર્ણ પગારની રાહ જોઈ રહેલા 176 કર્મચારીઓ માટે આ પ્રસંગ આનંદ અને ગૌરવની ક્ષણ બની રહ્યો હતો. મંત્રી નિમુબેન બાંભણિયાએ શિક્ષકોને ફરજ પ્રત્યે નિષ્ઠા અને જવાબદારી સાથે કામગીરી કરવા તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ શિક્ષકોને શાળામાં સમર્પણભાવથી કામગીરી કરવા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે સારા સંસ્કાર આપવા આહ્વાન કર્યું હતું.

પૂર્ણ પગારના આદેશ મળતા કર્મચારીઓમાં હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી. કર્મચારીઓએ આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી તથા સમગ્ર શિક્ષણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ઈ.આઈ. વિક્રમસિંહ પરમાર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સ્ટાફે કામગીરી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande