
ગીર સોમનાથ, 21 ઓગસ્ટ (હિ.સ.) : ખેતરોમાં વાવેલા પાકની સાચી અને સચોટ માહિતી મેળવવાની ભારત સરકારની એક કેન્દ્રિય ડિજિટલ પહેલ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬ થી ડિજીટલ ક્રોપ સર્વે ખરીફ સિઝન ૨૦૨૬ નો આરંભ થઈ ગયો છે.
સરકારી સહાય કે યોજનાઓનો લાભ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે એવા હેતુસર તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ડિજીટલ ક્રોપ સર્વે ચાલુ રહેશે અને તા. ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં જિલ્લામાં કુલ ૫૦૦૬ જેટલા સર્વે થઈ ગયા છે.
સર્વેની કામગીરી સર્વેયર મારફતે કરવામાં આવે ત્યારે જે તે ગામના સરપંચ ઉપસરપંચ ખેડૂત અગ્રણી તેમજ ખેડૂતો દ્વારા પોતાની ખેતીની જમીનમાં સર્વે કરવા પૂરતો સહકાર આપવા આથી સૌ ખેડૂતોને વિનંતી છે. સર્વે અંગે કોઈ પ્રશ્ન હોય તો તલાટીનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતના ડિજિટલ સર્વેની માહિતીનો ઉપયોગ તમામ સરકારી યોજના માટે થતો હોય તે મહત્વની કામગીરીમાં ગ્રામ પંચાયત તથા ખેડૂત મિત્રો દ્વારા ભારત સરકારની આ યોજનામાં પૂરતો સહકાર આપવા અપીલ કરાઈ છે.
આ સર્વેમાં સરકાર દ્વારા વિકસાવેલ મોબાઈલ એપમાં ખેતીના પાક અંગેની માહિતી રેકોર્ડ કરવાની હોવાથી ઠરાવેલ સર્વે દીઠ ૧૦ રૂપિયાના મહેનતાણાથી મોબાઈલ અને ટેકનોલોજીથી પરિચિત કોઈ વ્યક્તિ પ્રાઈવેટ સર્વેયર તરીકે કામ કરવા માંગતા હોય તો તે માટે ઇચ્છૂક યુવાનોએ જાહેરાત પ્રસિધ્ધ થયાના દિન-૩ માં આપના ગામના તલાટી, ગ્રામસેવક અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)- ગીર સોમનાથની કચેરી, શ્રીનાથજી સોસાયટી, પાણીના ટાંકાની પાસે, હોન્ડાના શો-રૂમ ની પાછળ - વેરાવળ ફોન - ૦૨૮૭૬-૨૪૦૭૦૦ કચેરીએ સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ