વેરાવળ બ્લડ બેન્ક ખાતે ૮૮૮મો નિશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો
ગીર સોમનાથ 21 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ જન સમાજ સેવા સંઘ જનસેવા સ્વ.રમેશભાઈ મસાણી બ્લડ બેન્ક ખાતે ૮૮૮ નિશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો આ કેમ્પના પ્રારંભે વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ એ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મૂક્યો હતો. જન સમાજ સેવા સંઘ જ
વેરાવળ બ્લડ બેન્ક ખાતે ૮૮૮મો નિશુલ્ક


ગીર સોમનાથ 21 ઓગસ્ટ (હિ.સ.)

વેરાવળ જન સમાજ સેવા સંઘ જનસેવા સ્વ.રમેશભાઈ મસાણી બ્લડ બેન્ક ખાતે ૮૮૮ નિશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો આ કેમ્પના પ્રારંભે વેરાવળ નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ એ દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મૂક્યો હતો.

જન સમાજ સેવા સંઘ જનસેવા ટ્રસ્ટ ઇન્ડિયન રેયોન અને દાતા રમાબેન અનિલભાઈ પારેખ તથા પારેખ પરિવાર અને વિકેશ વિનોદરાય પરમાર સહયોગ થી નેત્રયગ્ન સહયોગી થી યોજાઈ આ કેમ્પ માં વેરાવળ તેમજ આજુબાજુના વિસ્તારના ૧૮૬ દર્દીઓ એ લાભ લીધો હતો દર્દીઓ ને વીરનગર ના આંખ રોગ ના નિષ્ણાત ડો.પંકજ ચૌહાણ એ નિદાન કરી જરૂરી દવાઓ પણ વિના મૂલ્યે આપવામાં આવી હતી અને તમામ ને સંસ્થા તરફથી જમણવાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.અને ઓપરેશન ની જરૂરિયાત વાળા ૧૩ દર્દીઓ ને વીરનગર ખાતે ઓપરેશન માં લઈ જવાયા હતા. ઓપરેશન થયા પછી ત્રીજા દિવસે પરત વેરાવળ લઈ આવવામાં આવશે.

આ તકે વેરાવળ નગરપાલિકા ના પ્રમુખ નરેશભાઈ ગોહેલ.વેરાવળ નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, કાઉન્સિલર ના પ્રતિનિધિ મનોજભાઈ ધોળીયા, પ્રભુદાસ ભાઈ કોટિયા વિગેરે ઉપસ્થિત રહી આયોજકો નો ઉત્સાહ વધાર્યો હતો.

આ કેમ્પ માં વેરાવળ નગરપાલિકા ના પ્રમુખ નરેશભાઈ પ્રથમ વાર ઉપસ્થિત રહેલ જેઓનું જેન્તીભાઇ આંજણી, ભગવાનબાઈ સોલંકી એ શાલ ઓઢાડી ભારતીય સંવિધાન અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ તકે ધીરુભાઈ બાદરશાહી, મહેશભાઈ પોપટ, ચુનીભાઈ ગોહેલ એ પોતાની સેવાઓ આપી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જન સમાજ સેવા સંઘ ના જયંતીભાઈ આંજણી, સુમનભાઈ સિંઘલ અને ભગવાનભાઈ સોલંકી એ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન જેન્તીભાઇ આંજણી એ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande