શ્રાવણ સુદ આઠમ નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ચંદન શૃંગાર અર્પણ કરાયો; દર્શન કરી ભક્તો ધન્ય બન્યા
સોમનાથ,21 ઓગસ્ટ (હિ.સ.) આજે શ્રાવણ માસની સુદ આઠમના પવિત્ર દિવસે આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવ્યો હતો. ચંદન શીતળતા પ્રદાન કરનારું માનવામાં આવે છે, તેથી વિશ્વ શાંતિ અને જનકલ્યાણના પવિત્ર ભાવ સાથે સોમનાથ મંદિર
શ્રાવણ સુદ આઠમ નિમિત્તે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને વિશેષ ચંદન શૃંગાર


સોમનાથ,21 ઓગસ્ટ (હિ.સ.) આજે શ્રાવણ માસની સુદ આઠમના પવિત્ર દિવસે આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવ્યો હતો. ચંદન શીતળતા પ્રદાન કરનારું માનવામાં આવે છે, તેથી વિશ્વ શાંતિ અને જનકલ્યાણના પવિત્ર ભાવ સાથે સોમનાથ મંદિરના પૂજારીવૃંદ દ્વારા મહાદેવને આ ખાસ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ દિવ્ય શૃંગારને તૈયાર કરવા માટે સેવંતી, ગલગોટા , ગુલાબ, બિલ્વપત્રો અને અન્ય પુષ્પો મળીને કુલ 101 કિલો પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સોમનાથ મહાદેવના આ અદભુત ચંદન અને પુષ્પ શૃંગારની ઝાંખીના દર્શનનો લાભ લઈને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.

આ ભાવને અનુરૂપ વિશ્વશાંતિ અને જનકલ્યાણની પ્રાર્થના સાથે શ્રી સોમનાથ મંદિરના પૂજારીવૃંદ દ્વારા ભગવાન સોમનાથ મહાદેવને ચંદનનો વિશેષ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો હતો. ચંદનથી સુશોભિત મહાદેવનું સ્વરૂપ અત્યંત મનોહર અને દિવ્ય નજરે પડ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande